દિલ્હીમાં સીબીઆઇએ એન્જિનીયરમાં ં એડમીશન અને એન્ટરન્સ પરિક્ષા પાસ કરાવી દેવાના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોની ગુજરાતમાં પેપર લીક કર્યા હતા
રાજયમાં જુનિયર કલાર્કની પરિક્ષા પૂર્વે જ પેપર લીક થાય બાદ એસીએસ દ્વારા કરાયેલી તપાસમાં હૈદરાબાદ અને ગુજરાતના 16થી વધુ શખ્સોની ધરપકડ કરી પેપર ફોડવાના કૌભાંડના મુળ સુધી પહોચવા કરાયેલી ઝીણવટભરી તપાસમાં કેતન બારોટને ઝડપી લીધો હતો. તેની વડોદરા ખાતેની ઓફિસમાં સમગ્ર પ્લાન બનાવ્યાનું બહાર આવ્યું હતું તેમજ મુળ બિહારના બે શખ્સોની મદદથી પેપર ફોડવામાં આવ્યાનું બહાર આવ્યું હોવાનું બહાર આવતા બંને શખ્સોને કોલકતાથી ઝડપી રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથધરવામાં આવી છે. આ ઉપરાંત ઓરિસ્સાના ચંદનપુરથી સરોજ માલુનીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પંચાયત પસંદગી મંડળનું જુનિયર ક્લાર્કનું પેપરલીક થયા બાદ એટીએસ દ્વારા મૂળ બિહારના બે આરોપીઓ આ સમગ્ર પેપર લીક કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાની બાતમી પોલીસને મળી હતી. એના આધારે પોલીસે નંદિકશોર સીંગ રાજપૂત અને નીશીકાંતસીંહા શશીકાંતસીહા કુશ્વાહાને કોલકાતાથી ઝડપી લીધા છે. બંને આરોપીઓને એટીએસ દ્વારા વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરીને સાત દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે.હાલ આરોપીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પેપર છપાયું ત્યાંથી ગુજરાત સુધી પહોંચાડવાની આખી સર્કિટમાં આ બંને આરોપીઓનો મહત્ત્વનો રોલ હતો.એટીએસ દ્વારા બન્ને આરોપીની વડોદરામાં આવેલી ઓફિસમાં સર્ચ કરીને કેટલાક મહત્વના પુરાવા એકઠા કર્યા હોવાનું જાણવા મળે છે.
ગુજરાત એટીએસએ કોલકાતાથી મોડી રાતે એક ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે આરોપીઓ ગુજરાતના પંચાયત પસંદગી મંડળના જુનિયર ક્લાર્ક પેપર લીકમાં સંડોવાયેલા હતા તેમની ધરપકડ કરી છે. નિશિકાંત સિંહા આ કૌભાંડમાં સંકળાયેલો છે. જ્યારે બીજો એક આરોપી સુમિત કુમાર સિંહ હોવાનું સામે આવ્યું છે. આ બંને વ્યક્તિઓ મૂળ બિહારના છે. તેમજ અલગ અલગ રાજ્યના પેપર લીક કૌભાંડ સાથે સંડોવાયેલા હોવાની પોલીસને શંકા પણ સેવાઈ રહી છે.
ગુજરાતના પેપરની કૌભાંડમાં આ બંને વ્યક્તિઓનો મહત્ત્વનો રોલ ભજવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે.પંચાયત પસંદગી મંડળના પેપર લીક દરમિયાન જ્યાં પેપર છપાતું હતું, ત્યાંથી લઈને ગુજરાતમાં સર્ક્યુલેટ કરવાની સમગ્ર સર્કિટમાં આ બંને આરોપીઓને મહત્ત્વની ભૂમિકા માહિતી હતી. તેઓ બંને ગુજરાતમાંથી પકડાયેલા કેતન બારોટ અને અન્ય આરોપીઓ સાથે પણ સંકળાયેલા હતા. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતુ કે, આ આખું ષડયંત્ર ઘણા સમય પહેલા જ રચાયું હતું. જે અંગે પણ કેટલીક મહત્ત્વની કડી મળી છે.
કેતન બારોટની ઓફ્સિમાં સર્ચ દરમિયાન વધુ પુરાવા મળ્યા
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્કવોર્ડે દિશા ક્ધસલ્ટન્સી ચલાવતા કેતન બારોટની ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.કેતન બારોટ સાથે ભારતના અલગ અલગ એડમિશન માફિયા કનેક્ટેડ હોવાની વિગતો પણ સામેઆવી રહી છે. એટલે હવે કેતન બારોટની આશ્રમ રોડ ઓફિસમાંથી મળેલી કડી સમગ્ર દેશમાં કયા કયા પેપર લીક સાથે કનેક્ટ છે, તેની તપાસ થશે. કેતન બાર્રાટ અમદાવાદની આશ્રમ રોડ સ્થિત ઓફિસમાંથી જ પેપર લીક કરવાની આખી યોજના અહીંયાથી જ કરી હતી.