ચોરીને અંજામ આપનાર ચાર શખ્સો સીટીટીવી કેમેરામાં કેદ
વઢવાણ તાલુકાના વસ્તડીના પાટીયા પાસે તા વસ્તડીી ટુવાના માર્ગે આવેલ બે શાળાઓમાં તસ્કરોત્રાટકયા હતા. તા. ૭ના રોજ રાત્રે૧ ી ૪ દરમિયાન તસ્કરોએ બન્ને શાળાની દીવાલ કૂદી, તિજોરી તોડી તેમાં રહેલા રૂપિયા ૨૬,૮૦૦ની ચોરી કરી હતી. આ ઘટનાની જોરાવરનગર પોલીસ મકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
વઢવાણ તાલુકાના વસ્તડી ગામના પાટીયા પાસે સ્વામિનારાયણ પ્રાથમિક અને માધ્યમિક શાળા આવેલી છે. જયારે વસ્તડીી ટુવાના માર્ગેતક્ષશીલા વિદ્યામંદિર સ્કૂલ આવેલી છે. આ બન્ને શાળાઓમાં તા. ૭ના રોજ રાત્રે ૧ થી ૪ દરમિયાન તસ્કરો ખાબકયા હતા.
શાળાની દિવાલ કૂદી, મુખ્ય દરવાજા તોડી તેમાં ઓફિસમાં રહેલ તિજોરીના તાળા તોડી તસ્કરો સ્વામિનારાયણ શાળામાંથી રૂપિયા ૨૫ હજાર અને તક્ષશીલા શાળામાંથી રૂપિયા ૧૮૦૦ એમ કુલ મળી રૂપિયા ૨૬,૮૦૦ની ચોરી કરી લઇ ગયા હતા.
આ બનાવની જાણ તથા સ્વામિનારાયણ સ્કૂલના બળદેવભાઇ કરશનભાઇ સીંધવ અને તક્ષશીલા સ્કૂલના વિજયભાઇ લાભુભાઇ ગઢવી જોરાવરનગર પોલીસ મકે ધસી ગયા હતા. આ બન્ને શાળાઓમાં તસ્કરો શાળામાં પ્રવેશ કરતા અને ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી લેવા પીએસઆઇ જે.આર.ડાંગરે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે