કેશોદમાં ધોરણ ૧૨માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીમાં ખુશી
કેશોદની પાઠક સ્કૂલની બે વિદ્યાર્થીઓ શહેરમાં પ્રથમ ક્રમાંકે આવી ગૌરવ અપાવ્યું
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં ખુશીનું વાતાવરણ ફેલાયું હતું કેશોદ શહેરનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૪૯.૭૧ આવેલ છે.
કેશોદ શહેરમાં આવેલ પાઠક સ્કૂલમાં અભ્યાસ કરતી દેવળીયા ડોલી અને સોનાલી ટાંક બંને એ ૬૫૦ કુલ ગુણ માંથી ૫૩૩ માર્ક મેળવી કેશોદ શહેરમાં પ્રથમ ક્રમાંક મેળવી પાઠક સ્કૂલનું અને તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે પાઠક સ્કૂલની બંને વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમાંકે આવતા શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ધોરણ ૧૨ સાયન્સમાં સફળતા મેળવવાનો શ્રય શાળાના શિક્ષકોને આવ્યો હતો.