આઈસીએમએઆઈ(ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા)ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર 2017માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. જેમાં ફાઉન્ડેશન, ઇન્ટરમીડીએટ અને ફાઇનલ કોર્ષનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેની ફાઇનલ પરીક્ષામાં અમદાવાદના જયપ્રકાશ શર્માએ ઓલ ઇન્ડિયા 28મો રેન્ક અને રિયા નથવાણીએ 47મો રેન્ક મેળવ્યો છે.

ફાઇનલ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરનું 27.42 ટકા પરિણામ આવ્યું છે. માત્ર એટલું જ નહીં, ઇન્ટર મીડીએટમાં અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં રેન્ક મેળવ્યો છે. ઇન્ટરમીડીએટમાં અમદાવાદ સેન્ટરનું 24.15 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ફાઉન્ડેશનનું 64.52 ટકા પરિણામ આવ્યું છે. ફાઇનલમાં જૂન-2017ની સરખામણીએ પરિણામમાં 9.29 ટકાનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.