- સૌ.યુનિ.નું ગૌરવ
- નેશનલ સ્ટેટેસ્કીલ સીસ્ટમ ટ્રેનીંગ એકેડમી દ્વારા માત્ર દેશની જ નહીં પરંતુ એશિયા પેસેફીક ક્ષેત્રના વિકાસશીલ દેશોના આંકડાકીય કર્મીઓને સત્તાવાર આંકડા શાસ્ત્રમાં તાલીમ આપે છે
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંકડાશારત્ર ભવનમાં એમ.એસ.સી. સેમેસ્ટર – 2માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરેશ જગુભાઈ રાઠોડ અને રોનક બાલાભાઈ દુધાત ની નેશનલ સ્ટેટ્રીસ્ટીકલ સિસ્ટમ ટ્રેનિંગ એકેડમી નેશનલ સ્ટેટસ્ટીકલ સીસ્ટમ ટ્રેનીંગ એકેડમી
- ના ટ્રેનીંગ પ્રોગ્રામમાં પસંદગી થઈ છે અને નાસ્ટા ખાતે તા. 30/12/2024 થી 3/1/2025 સુધી આંકડાશાસ્ત્ર ભવન – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ કાર્યરત સંસ્થા નાસ્ટા દ્વારા માત્ર દેશની કેન્દ્ર અને રાજ્ય સરકારો જ નહીં પરંતુ એશિયા પેસિફિક ક્ષેત્રના વિકાસશીલ દેશોના આંકડાકીય કર્મચારીઓને સત્તાવાર આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં તાલીમ આપે છે તેમજ દેશમાં આંકડાકીય પ્રણાલીના આયોજિત વિકાસ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે, ભારત સરકારના મંત્રાલયો/વિભાગો અને રાજ્ય આંકડાકીય બ્યુરો ના સંબંધમાં આંકડાકીય કાર્યનું સંકલન કરે છે. રાષ્ટ્રીય ખાતાઓ (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સહિત) તૈયાર કરે છે તેમજ રાષ્ટ્રીય ઉત્પાદન, સરકારી અને ખાનગી અંતિમ વપરાશ ખર્ચ, મૂડી નિર્માણ, બચત વગેરેના વાર્ષિક અંદાજો અને રાજ્ય સ્થાનિક ઉત્પાદનના તુલનાત્મક અંદાજો પ્રકાશિત કરે છે, આ સીપીઆઈ નંબરોના આધારે ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ નંબરો અને વાર્ષિક ફુગાવાના દરોનું સંકલન કરે છે અને રિલીઝ કરે છે, આંતરરાષ્ટ્રીય આંકડાકીય સંસ્થાઓ સાથે સંપર્ક જાળવી રાખે છે, જેમ કે, યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન , ઊજઈઅઙ, સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એશિયા એન્ડ ધ પેસિફિક , ઈંખઋ, અઉઇ, ઋઅઘ, ઈંકઘ, આંતરરાષ્ટ્રીય/પ્રાદેશિક પ્રતિબદ્ધતાઓ જેમ કે મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ (ખઉૠત) ઈન્ડિયા ક્ધટ્રી રિપોર્ટ અને સાર્ક ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ક્ધટ્રી રિપોર્ટ મુજબ અહેવાલોનું સંકલન કરે છે અને બહાર લાવે છે, દર મહિને અધ્યોગીક ઉત્પાદન અંકોનું એકત્રીકરણ કરે છે અને બહાર પાડે છે, વાર્ષિક સર્વે ઓફ ઈન્ડસ્ટ્રીઝ કરે છે, અને સંગઠિત ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ, રચના અને બંધારણમાં ફેરફારોનું મૂલ્યાંકન કરવા અને મૂલ્યાંકન કરવા માટે આંકડાકીય માહિતી પ્રદાન કરે છે, સમયાંતરે અખીલ ભારતીય આર્થિક મોજણી તેમાં કરવા પડતા સુધારા વધારાના સર્વેનું આયોજન અને સંચાલન કરે છે, રોજગાર, ઉપભોકતા ખર્ચ, આવાસની સ્થિતિ અને પર્યાવરણ, સાક્ષરતા સ્તર, આરોગ્ય, જેવા વિવિધ સામાજિક આર્થિક ક્ષેત્રોમાં વિવિધ વસ્તી જૂથોના લાભ માટે ચોક્કસ સમસ્યાઓની અસરનો અભ્યાસ કરવા માટે જરૂરી ડેટાબેઝ બનાવવા માટે મોટા પાયે અખિલ ભારતીય નમૂના સર્વેક્ષણો હાથ ધરે છે.
નાસ્ટા દ્વારા સમગ્ર દેશની તમામ યુનિવર્સિટીમાંથી 31 વિધાર્થીઓની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાત માંથી માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના પરેશ જગુભાઈ રાઠોડ અને રોનક બાલાભાઈ દુધાત ની નાસ્ટા દ્વારા પાંચ દિવસીય ટ્રેનીંગ પ્રોગ્રામ માટે પસંદગી કરવામાં આવી તે આંકડાશાત્ર ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની વાત છે. આ ટ્રેનીંગ પ્રોગ્રામ માટે લોજિંગ, બોડીંગ અને ટ્રાવેલિંગ સહીતની સમગ્ર વ્યવથા નાસ્ટા દ્વારા કરવામાં આવશે અગામી તા. 30/12/2024 થી 03/01/2025 સુધી “ઓફીસીયલ સ્ટેટસ્ટીક્સ” વિષય ઉપર આ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.
ભારત સરકાર દ્વારા કાર્યરત સંસ્થાઓ જેમકે (સેન્ટ્રલ સ્ટેટસ્ટીક્સ ઓફિસ), (નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન) અને (ભારતીય આંકડાકીય સંસ્થા), (સેન્ટ્રલ સ્ટેટસ્ટીક્સ ઓફિસ) કેન્દ્રીય આંકડાકીય કાર્યાલયમાં કાર્યરત જેવા કે (નેશનલ એકાઉન્ટ્સ વિભાગ), (આર્થિક આંકડાકીય વિભાગ), (ભાવ આંકડાકીય વિભાગ) અને (સંકલન અને પ્રકાશન વિભાગ) વિષેની કામગીરીની માહિતી આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. કમલસિંહ ડોડીયા , આંકડાશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. કિશોર આટકોટીયા, પ્રો. ગીરીશ ભીમાણી, ડો. દિશા રાંક, ભવનના વિદ્યાર્થીઓ તેમજ બીન શૈક્ષણીક સ્ટાફ તરફથી પરેશ જગુભાઈ રાઠોડ અને રોનક બાલાભાઈ દુધાતને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવેલ છે.