ઓખા-ન્યુ ગુવાહાટી અને પોરબંદર શાલીમારની વચ્ચે ૨જી સપ્ટેમ્બરથી લઈને ૩૦ ડિસેમ્બરની અવધિમાં ૨ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આજ ક્રમમાં પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-ન્યૂ ગુવાહાટી અને શાલીમારની વચ્ચે ૧૭૨ ટ્રેનોનો પરિચાલન કરવામાં આવશે. ઓખા-ન્યુ ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આનંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઈ, માધોપુર, બયાન, આગરા કિલ્લા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, વારાણસી, પંડિત દયાલ ઉપાધ્યાય જકશન, ગયા, પટના, બરોની, કટિહાર, ન્યૂ જલપાઈ ગુડી, ન્યૂ બોગાઈગાવ અને ગુવાહાટી સ્ટેટિનો પર બંને દિશાઓમાં રોકાશે. પોરબંદર શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન જામનગર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જકસશન, રાઉકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડકપુર જકસશન પંસકુરા અને મેકેદ સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.