દશેરાના શુભ અવસરે, ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં બે મુમુક્ષુ આત્માઓને માતા-પિતા આપશે દીક્ષા અનુમતિ

પરમ સત્યનો બોધ પામી અંતર્દૃષ્ટિને ઉજાગર કરી એક પછી એક ૩૪ આત્માઓ જ્યારે  રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના શરણમાં સંસારનો ત્યાગ કરી સંયમધર્મની આરાધના કરી રહ્યા છે,ત્યારે ૧૮/૧૧/૨૦૧૯ ના જાહેર થએલ એક મુમુક્ષુની દીક્ષામા વધારો થતા, સંયમ જીવન અંગીકાર કરવા થનગની રહેલા ઝરીયાના, મુમુક્ષુ ચાર્મીબેન સંઘવી( ૨૮ વર્ષ),તેમજ કોલકત્તાના ૧૯ વર્ષના મુમુક્ષુ ક્રિષ્નાબેન વિશાલભાઈ હેમણીની દશેરાના શુભ દિવસે બપોરના ૦૨.૦૦ કલાકે માતા-પિતા દ્વારા દિક્ષાની આજ્ઞા અર્પણ વિધી કરવામાં આવશે.  જૈન ધર્મમાં કોઈ પણ મુમુક્ષુ આત્મા સંયમમાર્ગ સ્વીકારવા તૈયાર થાય ત્યારે દિક્ષા આપતા પહેલા માતા-પિતા સંમતિ પત્ર આપે ત્યારેજ ગુરુ દ્વારા મુહુર્ત પ્રદાન કરવામાં આવે. આ સંતાનોની ઉત્કૃષ્ટ ભાવના અને સમજ સાથેના દૃઢ નિર્ણયને જોઈ એમના હિત, શ્રેય અને કલ્યાણના ઈચ્છુક માતા-પિતા પણ સંતાન પ્રત્યેના રાગનો ત્યાગ કરી, ગુરુ ચરણે એમને અર્પણ કરવા સહર્ષ તૈયાર થયા અને ત્યારે સર્જાઈ રહ્યો છે દીક્ષા આજ્ઞા અર્પણ અવસર, જે ડુંગર દરબારના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ આદિ ૩૬ સંત-સતીજીઓના સાંનિધ્યે યોજાશે. આવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થતાં કોલકત્તાના સમસ્ત સંઘોમાં આનંદ ઉભરાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.