- વડાલીમાં પરિવારના સામુહિક આપ*ઘાતના પ્રયાસનો મામલો
- માતા-પિતા બાદ બે પુત્રના સારવાર દરમિયાન મો*ત
- પુત્રી અમદાવાદમાં સારવાર હેઠળ
સાબરકાંઠામાંથી એક કરુણ ઘટના સામે આવી છે. ગતરોજ વડાલીના સગરવાસમાં એક શ્રમિક પરિવારે પોતાના ત્રણ સંતાનો સાથે ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પતિ-પત્નીનું મો*ત થયું હતું.
ગતરોજ સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપ*ઘાત કરવા ઝેરી દવા ગટગટાવી હતી. જેમાં પતિ-પત્નીના મો*ત થયા, તેમજ બે દીકરા સહિત એક દીકરી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સારવાર દરમિયાન બે બાળકોના પણ મો*ત થયા હતા. હાલ દીકરીને અમદાવાદમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ દરમિયાન સામુહિક આપ*ઘાતના મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સાબરકાંઠાના વડાલીમાં ગતરોજ જુંડાળા પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જેમાં પતિ-પત્નીના મો*ત થયા હતા. તેમજ બે દીકરા અને એક દીકરીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. ત્રણેય બાળકોને પ્રથમ ઈડર અને બાદમાં અમદાવાદની ખાનગી લઈ જવામાં આવ્યા હતા.
માતા-પિતા અને બે બાળકોના મો*ત :
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય બે પુત્રોના પણ દુઃખદ મો*ત નીપજ્યાં છે. જ્યારે બીજી તરફ હાલ એક દીકરી 17 વર્ષિય ક્રિષ્ણાબેન અમદાવાદની એક હોસ્ટિપલમાં સારવાર હેઠળ છે. આમ માતા-પિતા અને બે બાળકોનું કરુણ મો*ત નીપજતા સમગ્ર જિલ્લામાં ગમગીની સાથે શોકમય વાતાવરણ ફેલાયું છે.
પતી-પત્ની અને બે સંતાનોનું મો*ત, એક સારવાર હેઠળ
આ તમામને વધુ સારવાર અર્થે ઈડરથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 41 વર્ષીય વિનુભાઈ સગર અને તેમની પત્ની 37 વર્ષીય કોકીલાબેન સગરનું મો*ત નિપજ્યું હતું. જ્યારે આજે 14 વર્ષિય બે પુત્ર નિલેશ અને નરેન્દ્રનું પણ મો*ત નિપજ્યુ છે. આ ઉપરાંત 17 વર્ષિય પુત્રી ક્રિષ્ણાબેન હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ અમદાવાદમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન વડાલી પોલીસે આ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ કાર્યવાહી, તપાસ શરુ કરી :
પોલીસે આપ*ધાત પાછળ ક્યા કારણો જવાબદાર છે તે જાણવા મોબાઇલ સહિતની ચીજ વસ્તુઓ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી સામુહિક આપ*ઘાત પાછળ જવાબદારને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.