મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે શનિવાર રાત્રે ભૂસ્ખલનની બે દુર્ઘટના બની હતી, જેમા 33 લોકોના મોત થયાના સમાચાર છે. પ્રથમ ઘટના ચેમ્બૂરમાં બની હતી જેમા 19 લોકોના મોત થયા છે જ્યારે બીજી વિક્રોલીમાં બની હતી જેમા 14 લોકોના મોત થયા છે. ચેમ્બૂરની ઘટનામાં 16 લોકોને બચાવાયા છે. મુશળધાર વરસાદને કારણે મુંબઇ ’પાણી-પાણી’ થઈ ગયું છે.

શહેરના ગાંધી માર્કેટમાં રસ્તામાં પાણી ભરાવાના કારણે ચાલતી બસના ટાયરો પણ પાણીમાં ડૂબી ગયા હતા. આ ઉપરાંત વરસાદે ભારતીય રેલ્વેની સેવાઓ પર પણ તેની ભારે અસર થીય છે. મુંબઈનો સાયન રેલ્વે ટ્રેક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. કેટલાક કલાકોના વરસાદ પછી રેલ્વે સ્ટેશનના ટ્રેક પર ઘૂંટણ સુધી પાણીથી ભરાયા હતા. આમ દર વર્ષે ભારે વરસાદના કારણે ઉદભવતી સમસ્યાઓથી મુંબઇવાસીઓએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પીએમઓએ મૃતકોના પરિવારજનોને રૂ.2 લાખ અને ઘાયલોને 50 હજાર આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ પણ મુંબઈ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્તિક કર્યું છે.

સૌરાષ્ટ્રમાં ગુરૂવારથી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘટનાની જાણ થતા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ચેમ્બૂરમાં જે જગ્યાએ દુર્ઘટના સર્જાઈ છે ત્યાં નાના રસ્તા છે, આ જગ્યા ઉચાઈ પર હોવાથી એનડીઆરએફની ટીમને રેસ્ક્યૂમાં મુશ્કેલી પડી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.