તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસમાં ગઇકાલે ફરી બીજી વખત ભૂકંપના આચકા આવ્યા હતા. વેરાવળ અને તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઇકાલે રાત્રે ૯.૨૦ કલાકે ભારે ધડાકા સાથે ભૂકંપનો આચકો આવ્યો હતો. ત્યારબાદ ફરી રાત્રે ૯.૪૨ કલાકે ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકો ભયભીત બન્યા હતા.
ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ તાલાલાથી ઉત્તર પૂર્વમાં ૧૪ કી.મી. દુર હતું. ભૂકંપના આંચકાની સૌથી વધુ અસર હડમતીયાગીરમાં જોવા મળી હતી. સોમવારે રાત્રે ૧ર કલાકે એક આંચકો આવ્યા બાદ ફરી ગઇકાલે બે આંચકા આવતા તાલાલા પંથકમાં ભયની લાગણી ફેલાઇ છે.