પશુ ચરાવતી વેળાએ બંનેના પગ લપસી જતા પાણીમાં ગરકાવ થયા’તા
કલ્યાણપુરના બામણાસા ગામે શનિવારના બે સગા ભાઈઓ નદીમાં ગરકાવ થઈ ગયા બાદ એકનું મૃતદેહ મળી આવ્યો હતો એકની શોધખોળ ગઈકાલ થી ચાલુ હતી જે રવિવારે વેહલી સવારે મળી આવતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. કલ્યાણપુરના બામણાસા ગામે શનિવારે બે સગા ભાઈઓ પશુ ચરાવવા ગયેલ હોય ત્યારે સવારે દસ વાગ્યાની આસપાસ બામણાસા ગામ પાસેથી પસાર થતી નદીમાં લપસી જતા બન્ને ભાઈઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
આ બનાવની જાણ થતા નજીકના રહીશો સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી જેમાં એક ભાઈ દશરથસિંહ નારૂભા વાઢેર નો મૃતદેહ મળી આવ્યો હતો અને આ બનાવને લઇને પોલીસ, મામલતદાર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને અન્ય જે યુવાન પાણીના વહેણમા ડૂબી ગયેલ અજીતસિંહ નારુભા વાઢેર ની એન. ડી આર એફ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી
જે શોધખોળની કામગીરી મોડે સુધી હાથ ધરવામાં આવી હતી.પરંતુ યુવક મળી આવેલ ન હોય અને રવિવારે સવારે સ્થાનિકોને નદીના પાણીમાં મૃતદેહ જોવા મળતા આ બાબતની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળે પહોંચી હતી અને અજીતસિંહ વાઢેરનો મૃતદેહ કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.