તાજેતરમાં યુએસ આર્ટ ગેલેરી દ્વારા ઇન્ટરનેશનલ કલાકાર ઓફ યર્સ 2023 એવોર્ડ રાજકોટના બે સિનિયર સિટીઝન જે માહિતી ખાતાના ભૂતપૂર્વ કર્મચારી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રંગોળી કલાકાર ડોક્ટર પ્રદીપ દવે ને ડિફરન્ટ ટાઈપ ઓફ રંગોળી બનાવવા માટે તેમજ વર્લ્ડ રેકોર્ડિસ્ટ   વલ્લભભાઈ પરમારને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ છે.

કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ  વજુભાઈ વાળાના હસ્તે પાબલો પિકાસો ઇન્ટરનેશનલ બેસ્ટ કલાકાર 2023 નો એવોર્ડ રંગોળીકાર ડોક્ટર પ્રદીપ દવે અને વર્લ્ડ રેકોર્ડિસ્ટ ચિત્રકાર   વલ્લભભાઈ પરમારે સ્વીકારેલ હતો.

યુએસ આર્ટ ગેલેરી દ્વારા ઇન્ડિયા ટેલેન્ટ 2023 નું આયોજન કરવામાં આવેલ તેમાં માત્ર ત્રણ મિનિટમાં પોતાની કલાકૃતિ રજૂ કરી વિડીયો મોકલવાનો હતો તેમાં રંગોળી કલાકાર ડોક્ટર પ્રદીપ દવે માત્ર ત્રણ મિનિટમાં પાણીની અંદર પાણીની ઉપર રંગોળીનું સર્જન કરવા બદલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે . તેમજ વર્લ્ડ રેકોર્ડિસ્ટ  વલ્લભભાઈ પરમાર એ માત્ર 26 સેકંડમાં જ ચિત્ર તૈયાર કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

આ બંને રાજકોટના સિનિયર સિટીઝન કલાકારોને સન્માનિત કરનાર યુએસ આર્ટ ગેલેરી દ્વારા અત્યાર સુધીમાં ઘણી જ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓને સન્માનિત કરેલ છે . રાજકોટના આ બંને સિનિયર સિટીઝન એવા રંગોળી કલાકાર ડોક્ટર પ્રદીપ દવે અને વર્લ્ડ રેકોર્ડિંસ્ટ વલ્લભભાઈ પરમારે આંતરરાષ્ટ્રીય કલા ક્ષેત્રે રાજકોટનું નામ રોશન કરેલ છે . રાજકોટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ કલાક ક્ષેત્રમાં આગવી ઓળખ આપવા બદલ આ બંને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.