રાજકોટ શહેરના 25થી વધુ રેવન્યુ પ્રેકટીશનર એડવોકેટના બેન્ક ખાતામાંથી રુા.3.12 લાખ બારોબાર ઉપડી ગયા અંગેની ગત તા.22 ઓગસ્ટના રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ સાયબર પોલીસ સ્ટાફે વકીલોના બેન્ક એકાઉન્ટ સાફ કરનાર રાજસ્થાનના બિકાનેરના બે શખ્સોને ઝડપી રિમાન્ડ પર લીધા છે.

મિલકતના દસ્તાવેજ સમયે એડવોકેટ પોતાના અસીલ અસીલની ઓળખ માટે ડિઝિટલ ફિંગર આપે તેઓના બેન્ક ખાતામાંથી રૂ.10 હજાર ઉપડી જતા

રાજકોટના 25 જેટલા વકીલોના ખાતા સાયબર ભેજાબાજે સાફ કર્યાની કબુલાત: સાયબર ક્રાઇમને મળી મહત્વની સફળતા

શહેરમાં રેવન્યુ પ્રેકટીશ કરતા એડવોકેટ પોતાના અસીલના દસ્તાવેજ સમયે ઓળક આપવા માટે થમ્સ મશીન દ્વારા પોતાનો ફિંગર આપતા હોય છે. થમ્સ મશીનની મદદથી રુા.20 હજાર ઉપાડી શકાતા હોય છે. આ પ્રકારના મશીનનો જેઓ પાસે એટીએમ ન હોય તેઓના થમ્સ (ફિંગર) લઇ પેમેન્ટ ચુકવવામાં આવતું હોય છે.

ફિંગર, આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટ લીંક હોય ત્યારે આધાર બાયોમેટ્રિક લોક ન હોય ત્યારે ફોડ થવાની શકતા વધી જતી હોય છે.

સાયબર ક્રાઇમ પોલીસ મથકના એસીપી વિશાલકુમાર રબારી, પી.આઇ. કે.જે.મકવાણા, એએસઆઇ વી.એન.કુછડીયા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઇ ઠાકતર, પ્રદિપભાઇ, દેવેન્દ્રભાઇ બાબરીયા, કોન્સ્ટેબલ રાહુલભાઇ ઠાકુર, લક્કીરાજસિંહ અને હરેશભાઇ સહિતના સ્ટાફે ટેકનિકલ એનાલિસીસ કરી વકીલોના ખાતામાંથી રકમ રાજસ્થાન બિકાનેર યુકો બેન્કમાં જમા થયાનું બહાર આવ્યું હતું.

રાજકોટ સાયબર ક્રાઈમની ટીમ એક માસ સુધી રાજસ્થાનના બિકાનેર ખાતે ધામ નાખી છેલ્લા દસ દિવસ સુધી સતત વોચમાં રહી બિકાનેરના કૈલાશ કાનારામ ઉપાધ્યાય અને મનોજ રાજુરામ કુમ્હાર નામના શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે.

કૈલાશ ઉપાધ્યાય અને મનોજ કુમ્હાર નામના શખ્સોએ પોતાના બેન્ક એકાઉન્ટ અને બીજા અજાણ્યા વ્યક્તિના બેન્ક એકાઉન્ટ ખોલાવી ફોડમાં ગયેલા નાણા તેમના ખાતામાં મેળવવા બીસીઆઇડી એકાઉન્ટ એક્ટિવ કરી ફોડના નાણા પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવતા હોવાની કબુલાત આપી છે.

સાયબર ક્રાઇમ પોલીસે બંને રાજસ્થાની શખ્સોને રિમાન્ડ પર મેળવી બીસીઆઇડી એકાઉન્ટમાં થતી ઓન લાઇન છેતરપિંડીથી બચવા માટે આધાર બાયોમેટ્રિક લોક કરવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.