આજે વિશ્વભરમાં સંસ્કૃતનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે ત્યારે સંસ્કૃતમાં વિવિધ ક્ષેત્રમાં નિષ્ણાંતો દ્વારા પ્રાચીન શાોના જ્ઞાનને વર્તમાન જીવનમાં પણ ઉપયોગી થાય તેમજ નૈતિક મુલ્યો જેવા કે ધીરજ, સહનશક્તિ. નમ્રતા જેવા ગુણો વિકાસ પામે તે માટે કેનેડાના વાનકુંવરખાતેની યુનિવર્સિટી ઓફ બ્રીટીશ કોલમ્બીયાની એશીયન સ્ટડીઝ ડીપાર્ટમેન્ટ દ્વારા આગામી તા.૯ જુલાઇી ૧૩ જુલાઇ દરમ્યાન ૧૭ મી વિશ્વ સંસ્કૃત કોન્ફરન્સ યોજાઇ રહેલ છે. જેમાં એસજીવીપી ગુરુકુલ સંચાલિત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો શ્રી યોગેશભાઇ પંડ્યા અને ભગીરભાઇ ત્રિવેદી વ્યાકરણ વિષય અને ન્યાય વિષયમાં પોતાના શોધપત્ર રજુ કરશે.
આ સંમેલનમાં વેદ, ધર્મશા, દર્શન, તત્વજ્ઞાન, વ્યાકરણ વગેરે અનેક વિષયો પર દેશ-વિદેશના ૬૦૦ જેટલા વિદ્વાનો પોતપોતાના શોધપત્રો અને વ્યાખ્યાનો રજુ કરશે. ગુરુકુલમાં યોજાયેલ એક સમારંભમાં શાથી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, વિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી અને અર્જુનાચાર્યે યોગેશભાઇ પંડ્યા અને ભગીરભાઇ ત્રિવેદીની હાર પહેરવાની શુભેચ્છા પાઠવી હતી.