ધ્રાગધ્રા તાલુકામા છેલ્લા ઘણા સમયથી ચાલતી અસામાજીક પ્રવૃતિઓને લઇને ગ્રામજનો ત્રસ્ત થયા હતા. ધ્રાગધ્રા પંથકમા અમુક રાજકારણી વગ ધરાવતા પોલીસકર્મીઓની રહેમનજર નીચે ચાલતા દારુ-જુગારના અડ્ડા તથા ગેરકાયદેસર ખનનથી અનેક વખત અહિના પીઆઇ એસ.પી.વસુનીયાને લોકો દ્વારા રજુવાત કરાઇ હોવા છતા પણ ધ્રાગધ્રા તાલુકાના લેભાગુ પોલીસકર્મીઓ પર કાર્યવાહી થઇ ન હતી. ધ્રાગધ્રા તાલુકામા ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ધરમેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ઝાલા, ગજેન્દ્રસિંહ તથા કોન્સ્ટેબલ ઇન્દુભા રાઠોડ નામના ત્રણ પોલીસકર્મીઓ વિરુધ્ધ અગાઉ એક જ મહિનામા ત્રણ વખત ધ્રાગધ્રા પંથકના વાવડી, મોટી માલવણ, ઇસદ્રા સહિતના ગ્રામજનો દ્વારા આવેદન પત્ર અપાયા હતા એટલુ જ નહિ ધ્રાગધ્રા ભાજપ ગ્રામ્યના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠાકોર તથા ઠાકોર સમાજ એકત્ર થઇ આ ત્રણેય પોલીસકર્મીઓ વિરુધ્ધ ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યા હતા સાથે ટુંક સમયમા બદલી નહિ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ત્રણેય પોલીસકર્મીઓમાંના બે ગેમા ધમભા ઝાલા તથા ઇન્દુભા રાઠોડ પર રૂપિયા લઇને દારુ તથા જુગારના અડ્ડાઓ ચલાવવા તથા કોઇપણ ગૃન્હાહીત કાર્ય કરીને આવેલા ઇશમોને લોકઅપમા બેરહમીથી માર મારવાનો આક્ષેપ કરાયો હતો. અગાઉ આ બંન્ને પોલીસકર્મીઓના ત્રાસથી પથૃગઢ ગામના હસન અબ્દુલભાઇ કુરેશી નામના શખ્સે પોલીસ કસ્ટડીમા જ આત્મહત્યાનો પ્રયાસ કયોઁ હતો. આવા અનેક આક્ષેપો બાદ પણ પોતાની રાજકીય વગ ધરાવી આ ત્રણેય પોલીસકર્મીઓ ખાંડ પાસે જેમ માખી બણબણે તેમ ધ્રાગધ્રા તાલુકા પોલીસને મુકવાનુ નામ લેતા ન હતા અંતે વારંવાર ઉચ્ચકક્ષા થયેલી રજુવાત અને આવેદનપત્રોને લઇને ગઇકાલે લોકસભાની ચુંટણીની જાહેરાત બાદ આંચાર સહિતાના સમય દરમિયાન ત્રણેય પોલીસકર્મીઓના બદલી થવાના ઓર્ડર થયા હતા જેમા વિવાદીત ત્રણેય પોલીસકર્મીઓમા હેડકોન્સ્ટેબલ ગજુભા ઝાલા તથા કોન્સ્ટેબલ ઇન્દુભા રાઠોડને પાટડી પોલીસ સ્ટેશન ખાતે અને ધમભા ઝાલાને ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલીનો ઓર્ડર નિકળી તાત્કાલિક ધોરણે છુટા કરી બદલીના સ્થળે હાજર કરવા જીલ્લા પોલીસ વડા દ્વારા આદેશ કરાતા સમગ્ર પોલીસ બેડામા ચર્ચાંનો વિષય શરૂ થવા લાગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.