અમરગઢ ભિચરીમાં બનનારી માલધારી વસાહતના વિરોધમાં કલેકટરને આવેદન આપે તે પૂર્વે જ કાળનું તેડુ: હાર્ટ એટેકી બે વ્યક્તિના જીવન દિપ બુજાયા: કલ્પાંત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માલધારી વસાહત માટે અમરગઢ ભિચરી ગામ પણ પસંદ કરવામાં આવ્યું છે. પરંતુ અમરગઢ ભિચરી ગામના લોકોને મહાનગરપાલિકાના આ નિર્ણયમાં સો રાખવામાં આવ્યા ન હોવાનો રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે અવાર-નવાર રજૂઆતો પણ કરવામાં આવ્યા છતાં સમસ્યાનું નિરાકરણ યું નહોતુ ત્યારે આજે અમરગઢ ભિચરી તા આસપાસના દસેક ગામના લોકો બળદગાડા સો કલેકટર કચેરીએ રજૂઆત માટે આવ્યા હતા.
આ લોકોએ રજુઆત કરી હતી કે, ગામમાં એક તરફ પુરતી જગ્યા ની ત્યારે માલધારી વસાહત બનાવવામાં આવશે તો પરિસ્િિત વધુ કફોડી બને તેવી સંભાવના છે. આ ઉપરાંત ખેતીની જમીન હોવાી ખેડૂતોને પણ નુકશાની જવાની ભીતિ છે. રજૂઆત સમયે ક‚ણ બનાવ બનતા રસ્તામાં ખેરડી ગામના ભાણાભાઈ મોહનભાઈ ડોબરીયાને હૃદયરોગનો હુમલો આવતા જીવ ગુમાવ્યો હતો જયારે કલેકટર કચેરીએ રજૂઆત દરમિયાન પ્રભાતભાઈ મેરામભાઈ લાવડીયાને પણ હૃદયરોગનો હુમલો આવતા સ્ળ પર જ નિધન યું હતું.
આ બન્ને બનાવો બાદ રજૂઆતકારોમાં શોકની લાગણી ફેલાઈ હતી અને સાો સા કલેકટર કચેરીએ રોષ પણ જોવા મળ્યો હતો. આ બાબતે કલેકટર વિક્રાંત પાંડેએ લોકોની રજૂઆતો સાંભળી હતી અને આશ્ર્વાસન આપ્યું હતું કે, જયારે પણ માલધારી વસાહતની કામગીરી આગળ ધપાવવામાં આવે ત્યારે ગામ લોકોને સો રાખવામાં આવશે અને ત્યારબાદ જ નિર્ણય કરવામાં આવશે.
કલેકટરના આશ્ર્વાસન બાદ રજૂઆતકારોએ સંતોષ માન્યો હતો અને આંદોલન સમેટયું હતું. અગાઉ રજૂઆતકારોએ એવું નક્કી કર્યું હતું કે, મૃતકોના શબ કલેકટર કચેરીએ લઈ આવવા અને જ્યાં સુધી માલધારી વસાહત બાબતે કોઈપણ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી કલેકટર કચેરીએ જ પ્રદર્શન પણ કરવું. જો કે કલેકટરનું આશ્ર્વાસન સાંભળતા ભિચરી તેમજ આસપાસના ગામોના લોકોએ સંતોષ માન્યો હતો.
રજૂઆતમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જો ગામમાં માલધારી વસાહત બનાવવામાં આવે તો ગામના રહીશોને મોટી નુકશાની ભોગવવી પડે તેમ હોવાી ગામનો વિકાસ અટકી જવાની સંભાવના છે. આ ઉપરાંત ગામના ઢોરોની સંખ્યા પણ ઓછી દર્શાવી માલધારી વસાહત ભિચરી ગામમાં વસાવવાના આરોપો મુકયા હતા. આ રજૂઆતમાં ગામના સરપંચ તા ગામના રહીશો મચ્છાભાઈ ભરવાડ, પરેશભાઈ કોટડીયા, જયેશભાઈ પાનસુરીયા, ટીબાભાઈ રામાણી, રતાભાઈ હુંબલ સહિતના ૧૦૦ી વધુ લોકો આવ્યા હતા. આ ઉપરાંત ઉપવાસ આંદોલન અને આત્મવિલોપન સહિતની ચિમકી પણ આપવામાં આવી હતી.