• દિવાળીના પર્વે એલસીબીનો ધડાકો
  • મોટા દડવા ગામે દારૂના કટીંગ વેળા પોલીસ ત્રાટકી, ટેન્કરમાંથી લાખો રૂપિયાનો શરાબ પકડાયો

રાજકોટ જિલ્લામાં એલસીબીએ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડી લાખો રૂપિયાનો શરાબ નો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં ગોંડલ તાલુકાના ચોરડી ગામે રાધે ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલા ચાર્મીશ પ્રાઇવેટ લિમિટેડ કારખાના  પાછળના ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ એલસીબી ની ટીમ દરોડો પાડી  રૂપિયા 34 લાખની કિંમતનો 6028 બોટલ વિદેશી દારૂ  સાથે પરપ્રાંતીય બે શખ્સોની ધરપકડ કરી પોલીસે દારૂ, ટ્રક, બોલેરો અને એકટીવા મળી ₹46લાખ નો મુદ્દા માલ કબજે કરી નાસી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. જ્યારે ગોંડલ તાલુકાના મોટા દડવા ગામની સીમમાં વહેલી સવારે એલસીબી  દરોડો પાડી ગેસના ટેન્કર માંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. બરોડા દરમિયાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન બોલેરો અને ટેન્કર  કબજે કર્યો છે. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નાખશે છૂટેલા શખ્સોની શોધ ખોળા ધરી છે.

દિવાળીના પર્વમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવાની ખીરામાં હોવાની રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડ ને ધ્યાને આવતા જિલ્લા ભરની પોલીસને દારૂબંધીનો કડક અમલ કરવા આપેલી સૂચનાને પગલે એલસીબીના પીઆઈ વીવી વડોદરા સહિતના સ્ટાફે ગોંડલ પંથકમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે ગોંડલ તાલુકાના ચોરડી ગામે આવેલ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ચારમિસ એગ્રો કોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનાની નજીક પ્લોટ માં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એચ.સી.ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દરમિયાન રૂપિયા 34 લાખની કિંમતનો 6028 બોટલ વિદેશી દારૂ સાથે ઓરિસ્સાના શંભુનાથ બારીક દીનુંનાથ બારીક  અને વેસ્ટ બંગાળના પુલીન પાતરા  આનંદ પાતરા ની ધરપકડ કરી પોલીસે બોલેરો ,ટ્રક અને એકટીવા મળી રૂપિયા 46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ના દરોડા દરમિયાન નાશ ભાગ મચી જવા પામ્યો હતો. પોલીસે ઝડપ  બંને શખ્સની પૂછપરછ કરી આ દારૂનો જથ્થો કોને મોકલાવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે તપાસનો ધમધમા આદર્યો છે. જ્યારે આટકોટ ગોંડલ ધોરીમાર્ગ પર આવેલા મોટા દડવા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો દરોડા દરમિયાન વહેલી સવારે કટીંગ વેળાએ વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે બરોડા ની ગંધ આવી જતા બુટલેગર સહિતનો શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા પોલીસે ધરોડા દરમિયાન વિદેશી દારૂ અને વાહનો કબજે કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યા છે પોલીસે વાહન નંબરના આધારે વિદેશી દારૂના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે. આટકોટ પોલીસ મથકના સ્ટાફે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.