રાપરથી વિદેશી દારૂ મોરબી તરફ લઈ જવાતો ‘તો: કાર સહિત રૂ. ૫.૪૧ લાખનો મુદામાલ કબ્જે
પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે દારૂ લઈને જતી કારનો પીછો કરી ૩.૮૩ લાખના અંગ્રેજી દારૂ સાથે કુલ ૫.૪૧ લાખનો મુદામાલ ઝડપી પાડયો હતો. આ સાથે બંને આરોપીઓની પણ અટક કરાઈ હતી.
રાપરથી દારૂનો જથ્થો નિશ્ર્ચિત કારમાં મોરબી તરફ લઈ જવાતો હોવાની બાતમી એલસીબીને મળતા સામખીયાળીના શિકારપૂર પાટીયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી બાતમી અનુસારની અલ્ટો કાર જી.જે.૧૨ ડીએ ૯૪૮૨ ત્યાંથી પસાર થતા તેને ઉભી રહેવાનો ઈશારો કર્યો છતા ચાલકે કાર થોભાવ્યા વગર દોડાવી દેતા પોલીસે કારોએ તેનો પીછો શરૂ કર્યો હતો.પરંતુ આગળ જતા અલ્ટો કારના ટાયરમાં પંકચર પડી જતા તે પુલીયા સાથે અથડાઈ ઉભી રહી ગઈ હતી જે સ્થિતિને પામી પોલીસ સ્ટાફે કારને ઘેરી લઈ અંદર બેઠેલા મહેન્દ્રસિંહ દાનુભા વાઘેલા રહે. નંદાસર રોડ, રાપર મુળ લોદ્રાણી અને નરેન્દ્રસિંહ પ્રેમભા વાઘેલા,ને પકડી પાડયા હતા. કારની ચેકીંગ કરતા અંદરથી વિવિધ બ્રાન્ડની ૯૨ બોટલ કે જેની કિમંત રૂ. ૮૨૯૦૦ થવા જાય છે તેને પકડી પાડી હતી.
તે સાથે ત્રણ મોબાઈલ ફોન અલ્ટો કાર મળી કુલ ૫૪૧૪૦૦નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસાર્થે સામખીયાળી પોલીસને સોંપાયો હતો. આ કામગીરીમાં એલસીબી પીઆઈ જે.પી. જાડેજા એમ.કે. ખાંટ, રાજેન્દ્રભાઈ પરમાર મેરકુભાઈ આલાણી સહિતના જોડાયા હતા