ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના નિષ્ણાંત તબીબો અને આધુનિક સારવાર પઘ્ધતિ અનેક દર્દીઓ માટે સંજીવની બની
ગીરીરાજ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ હરોળની માનવતાવાદી, મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પ્રથમ હરોળની માનવતાવાદી-મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે અને તેના અનુભવી અને નામાંકિત ડોકટરો શ્રેષ્ઠ ક્રીટીકલ કેરની સારવાર માટે દર્દીઓના શબ્દકોશમાં સમાવિષ્ટ થયેલ છે.
તાજેતરમાં બે કેસ (એક ૨૭ વર્ષ યુવતી બીજો ૨૪ વર્ષ યુવક) ઘઉંમા નાખવાની ગોળીઓ (એલ્યુમીનીયમ ફોસ્ફાઈડ) જે ખુબ જ કાતિલ ઝેર ગણવામાં આવે છે તેની ગોળીઓ ખાઈ આત્મહત્યાના પ્રયાસ સાથે ગીરીરાજ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં તાકીદની સારવાર માટે દાખલ થયેલ. આ તબકકે તેઓનું લોહીનું દબાણ માપી શકાય તેમ ન હતું. દર્દીના આત્મહત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવવા કીટીકલ કેર હાથ ધરતા આઈસીયુમાં તબદીલ કરેલ લોહીના રીપોર્ટસમાં આ કાતિલ ઝેર મોટા પ્રમાણમાં પ્રસરી ગયું હતું. આ ઝેરની અસર હેઠળ માત્ર ૧૦ ટકા કામ કરતું હતું. દર્દીના બચવાના ચાન્સીસ ૩%થી પણ ઓછા હતા.
ક્રીટીકલ કેર નિષ્ણાંત ટીમના અથાગ પ્રયત્ન, આઈસીયુના સઘન સારવાર અને ઈશ્વરી દેવીકૃપાના સુભગ સમન્વયથી બંનેના જીવનને બચાવી લેવાયા. જેમાં સૌથી મહત્વનો ભાગ લોહી શુદ્ધિકરણના મશીનનો રહ્યો. આ મશીન દર્દીના લોહીમાં પ્રસરેલ ઝેરની અસરને ધીમી ગતિએ (કે જે મેટાબોલિક એસીડોસીસ કહેવાય છે તેને દુર કરી દર્દીને નવું જીવન આપ્યું. આ પ્રકારની ઔષધીય સારવાર દરમિયાન હૃદય બંધ થઈ જવાની પુરેપુરી શકયતા રહેલી હોય છે. ઉપરોકત મશીનને કારણે બંને દર્દોનું હૃદય પુન: ધબકતું થયું બે યુવાન જિંદગી કે જે ઈશ્વરની દેન છે તેને બચાવી લેવાઈ. આ બાબતે વધુ વિગતો જાણવા અબતકે હોસ્પિટલની ખાસ મુલાકાત લીધી હતી.
ડાયાલીસીસ મશીનનું નવુ વર્ઝન હૃદયની સારવારમાં પણ મહત્વનું: ડો.મયંક ઠકકર
અબતક સાથેની વાતચીત દરમિયાન ગીરીરાજ હોસ્પિટલના ડોકટર મયંક ઠકકરે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં ૨૧ બેડ આઈસીયુ છે અને ૧૦ વેન્ટીલેટર છે. ડાયાલીસીસ મશીનનો પણ અદ્યતન સુવિધાઓ છે. હાલમાં જ અમે એચડીએફ નામનું નવું મશીન વિકસાવ્યું છે. ડાયાલીસીસનું એડવાન્સ વર્ઝન કરી શકીએ જેની અંદર જયારે હૃદયનું પમ્પીંગ ડાઉન થઈ ગયુ હોય અને ૧૦ થી ૧૫ ટકા આવી ગયુ હોય જેમાં સેફટી સાચવી ડાયાલીસીસ કરી શકાય.
આ મશીન દ્વારા એલ્યુમીનીયમ ફોસ્ફાઈડના બે દર્દીઓને બચાવ્યા છે. એલ્યુમીનીયમ ફોરફાઈડ એટલે ઘઉંના ટીકડા જેને ખાધા પછી પેશન્ટના શરીરમાં ફોસ્જીંગ ગેસ ફેલાઈ જતા બીપી ઘટવા માંડે છે અને હૃદય બેસવા લાગે પરંતુ આ મશીન દ્વારા ડાયાલીસીસ કરવાથી ગેસને રીમુવ કરી ગેપને રીમુવ કરી હૃદય બેસતા બંધ થઈ સ્ટેબલ રહે છે. ચોથા-પાંચમાં દિવસે પેશન્ટનું પપીંગ ૪૦-૫૦% થઈ ગયું હતું. દાખલ થતી વખતે પેશન્ટના હૃદયનું પમ્પીંગ માત્ર ૧૦% જ હતું પરંતુ મશીન દ્વારા ટ્રીટમેન્ટ કરી લોહી શુદ્ધ કરી અને ડિસ્ચાર્જ વખતે ૪૫% જેવું હતું ત્યારે આ મશીન એ આશીર્વાપ રૂપ છે.
અત્યાર સુધી ૧૦% હૃદયના પમ્પીંગને સ્ટેબલ કરવા કોઈ જ મશીન હતું નહીં અને કાંઈ જ કરી શકાતું ન હતું પરંતુ હવે આ નવા મશીન દ્વારા ફાયદો આપી શકાય છે અને પેશન્ટને બચાવી શકાય છે. ગયા મહિનામાં આવેલા બધા જ દર્દીઓ આ મશીનની સારવારથી નવજીવન મળ્યું છે. આ ઉપરાંત ગીરીરાજ હોસ્પિટલમાં સંપૂર્ણ સુવિધા ક્રિટીકલ કેર માટે છે. સર્જરી, ઓર્થોપેડીક, ટ્રોમા, ન્યુરોસર્જરી, એન્ડોસ્કીપી વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ છે.
હાલમાં જ એક ૨૭ વર્ષ યુવતી અને બીજો ૨૪ વર્ષનો યુવક ઘઉંમાં નાખવાની ગોળીઓ (એલ્યુમીનીયમ) જે ખુબ જ કાતિલ ઝેર ગણવામાં આવે છે તે ખાઈ આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા. ગીરીરાજ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં તાકીદની સારવાર માટે દાખલ થયા હતા. જયારે એમનું લોહીનું દબાણ માપી શકાય તેમ ન હતું સાથે દર્દીના આત્મહત્યાના પ્રયાસને નિષ્ફળ બનાવવા આઈડબલ્યુમાં તબદીલ કરેલ અને ૧૦% જ કામ કરતું હૃદય અને લોહીના રીપોર્ટમાં ઝેર મોટા પ્રમાણમાં પ્રસરી ગયું હતું. માત્ર ૩%ના ચાન્સીસ જીવવાના હતા ત્યારે લોહી શુદ્ધિકરણ મશીન ઉપયોગ દ્વારા દર્દીને નવુ જીવન આપ્યું જે ક્રિટીકલ કેર ટીમ દ્વારા સફળ પુરવાર થયું.