વિરપરમાં માતા સાથે તળાવે કપડા ધોવા ગયેલો કિશોર નહાવા પડતા મોતને ભેટયો

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં, અને મુળી તાલુકાના વિરપર ગામે તળાવમાં ડુબી જવાથી બે કિશોરના મૃત્યુ થયા હોવાનું જાણવા મળેલ છે.

મુળી તાલુકાનાં વિરપર ગામે રહેતા રામાભાઈ અમરાભાઈ ગમારાનો 10 વર્ષનો પુત્ર રોનક માતા સાથે ગામના કુંભારડી તરીકે ઓળખાતા તળાવે કપડા ધોવા સાથે ગયો હતો ત્યારે તળાવમાં ન્હાવા પડતા પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજતા નાનકડા એવા ગામમાં શોકની લાગણી ફેલાવા પામેલ હતી.

જ્યારે બીજા બનાવમાં સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં યુવાન ડુબ્યો હોવાની જાણ થતા નગરપાલીકાના ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહીતની ટીમે શોધખોળ હાથ ધરી મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યો હતો મૃતકનું નામ મીતરાજસિંહ શકિતસિંહ પરમાર (ઉવ.19) હોવાનું બહાર આવેલ હતુ. બન્ને બનાવોથી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાવા પામેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.