સૌરાષ્ટ્ર ભર માં સસ્તા માં સોના – ચાંદી ના ઘરેણાં અને સિક્કા આપવાની લાલચ દઈ છેતરપિંડી કરતી ગેંગ ના બે સાગરીત ને જૂનાગઢ એલ સી બી એ ઝડપી લીધા છે ઠગ ગેંગ છેલ્લા છ માસ માં રૂ. 16.60 લાખ ની છેતરપિંડી કર્યા ની કબૂલાત આપી છે આ ગેંગ માં મહિલા સહિત અન્ય ચાર ની સંડોવણી બહાર આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે

જૂનાગઢ , રાજકોટ, વિરપુર, જેતપુર, તળાજા સહિતના વિસ્તારોમાં સોના-ચાંદીના સિક્કા બતાવી વધુ સોનાની લાલચ આપી જુદી-જુદી વ્યક્તિઓ પાસેથી રૂ. 16.60 લાખની રોકડ લઈ જઈ ઠગાઈ કરતી ગેંગના બે સાગરીતોને જુનાગઢનાં દોલતપરા ખાતેથી ઝડપી ઝડપી લીધા છે  તેમની પાસેથી રૂ. 45 હજારની રોકડ અને બે મોબાઈલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે જૂનાગઢ બી ડિવિઝન પોલીસને સોંપી દેવાયા છે

છ માસમાં રાજકોટ,જૂનાગઢ,જેતપુર,વીરપુર,ઉના અને તળાજામાં રૂ.16.60 લાખની ઠગાઇ કર્યાની કબૂલાત: ઠગ ગેંગની મહિલા સહિત ચારની શોધખોળ

મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગત તા. 22 સપ્ટેમ્બરના છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ  ચાંદીના સિક્કા બતાવી અને હજુ વધારે તેની પાસે સોના-ચાંદીના દાગીના હોય તેવી વાતો કરી વિશ્વાસમાં લઈ  મહિલા પાસેથી રૂ. 50 હજાર લઈ રફુચક્કર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી. ગુનાનો ભેદ ઉકેલવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટીમો બનાવી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન , છેતરપિંડી ચોરીમાં જૂનાગઢના દોલતપરા મહેતાનગરમાં રહેતા ગોવિંદ દેવા રાઠોડ, ઈશ્વર ગંગારામ વાઘેલા અને મોહન ગંગારામ વાઘેલા સંડોવાયેલા છે. પોલીસે આ સ્થળે વોચ ગોઠવી ગોવિંદ રાઠોડ અને મોહન વાઘેલાને દબોચી લીધા હતા. બંનેની પુછપરછમાં જૂનાગઢ બસ સ્ટેશન પાસે એક બહેનને બોલાવી તેને ચાંદીના સિક્કા બતાવી વધુ સોનાની લાલચ આપી રૂ. 50 હજાર લઈ લીધાની કબુલાત કરી હતી. ત્યારબાદ આ બંને શખ્સોની આગવી ઢબે પુછપરછ કરતા એકાદ માસ પહેલા ઉનામાં રહેતા એક ભાઈને સિક્કા તથા સોનુ બતાવી બાદમાં જેતપુર બોલાવી રૂ. 11 લાખ, દોઢ માસ પહેલા વિરપુરમાં એક બહેન પાસેથી રૂ. 4 લાખ, છ મહિના પહેલા તળાજામાંથી એક ભાઈ પાસેથી 30 હજાર અને ત્રણેક માસ પહેલા રાજકોટમાંથી એક ભાઈ પાસેથી 80 હજારની રોકડ રકમ લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની કબુલાત આપી છે

છેતરપિંડીનાં ગુનામાં સંડોવાયેલા ગોવિંદ રાઠોડ અને મોહન વાઘેલા ઉપરાંત ઈશ્વર ગંગારામ વાઘેલા, રાધા દેવા રાઠોડ, ભીમા રાઠોડ, શૈલેષ રતી વાઘેલા સહિતના સાગરીતો જોડાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા બંને શખ્સો પાસેથી બે મોબાઈલ ફોન અને ભાગમાં આવેલા 45 હજારની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે બી ડીવીઝન પોલીસને સોંપી દીધા હતા. જ્યારે એલસીબીએ આ ગેંગના મહિલા સહિતના સાગરીતોને અટકમાં લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.