કચ્છથી અમદાવાદ જતી કારને આડે રામદેવપુર ગામ નજીક અચાનક ટ્રક આવતા સર્જાયો અકસ્માત: એકને ગંભીર ઈજા
કહેવાય છે કે “ઝડપની મજા, મોતની સજા” આ કહેવત છાસવારે ધ્રાગધ્રા-માલવણ હાઇવે પર સત્ય સાબિત થાય છે જેમા અહિ વારંવાર અકસ્માતના બનાવમા અનેક લોકો પોતાનો જીવ ગુમાવી બેઠા છે. હાઇવે હોવાથી અહિ રાહદારીઓને સમયનો ઘણો બચાવ થાય છે પરંતુ સામે જોખમી પણ એટલુ જ સાબિત થાય છે. ત્યારે ફરી એક વાર ધ્રાંગધ્રા હાઇવે પર આવેલા રામદેવપુર ગામ પાસે ઇનોવા કાર તથા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા આજે સવારે કચ્છ તરફથી અમદાવાદ તરફ જતી ઇનોવા કાર નંબર જીજે૧૨બીએફ૨૪૩૩ વાળીના સામે અચાનક ટ્રેલર આવી જતા બંન્ને વચ્ચે ધડાકાભેર અકસ્માત સજાઁયો હતો આ અકસ્માતના પગલે આજુ-બાજુ હાઇવે પરની હોટલોના સંચાલકો તથા રાહદારોઓ તુરંત ઘટના સ્થળે પહોચી ગયા હતા. કાર તથા ટ્રેલર વચ્ચે અકસ્માતમા ઇનોવા કારમા સવાર ૨ વ્યક્તિ લક્ષમણભાઇ (ઉ.વ.૩૫) તથા મનોજ અગ્રવાલ (ઉ.વ.૪૨) રહે. બંન્ને કચ્છ-ભુજનાઓનુ ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ જ્યારે અન્ય એક રામકિષ્ના ઉમર ૪૭વાળાને ગંભીર ઇજા પામી હતી. અકસ્માતના પગલે સ્થાનિક પોલીસના પીઆઇ વાસુનીયા, સાગરભાઇ રબારી, લલીતભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફીક હળવો કરવા માટે કાયઁવાહી શરુ કરી હતી આ તરફ ૧૦૮ એમ્બ્યુલન્સના ચાલક જયપાલસિંહ તથા સુરેશભાઇ દ્વારા તુરંત ઇજાગ્રસ્તને સરકારી હોસ્પીટલ પ્રાથમિક સારવાર માટે લઇ આવી વધુ પડતી ઇજા હોવાના લીધે ત્યાથી સુરેન્દ્રનગર ખાતે રીફર કરાયા હતા. અકસ્માતમા મૃત્યુ પામેલ બંન્નેના પીએમ ધ્રાગધ્રા ખાતે કરવા તજવીજ હાથ ધરી સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી હતી.