થાનમાંથી ૬૫ બોટલ દારૂ સાથે બુટલેગરની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી ડામવા જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીએ આપેલી સુચનાને પગલે સાયલા અને થાન પોલીસે દરોડા પાડી રૂ. ૭૨૫૦૦ના મુદામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી જયારે નાશી છૂટેલા એક શખ્સની શોધખોળ આદરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સાયલાના ધોરીધાર પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા બાઈક ચાલકને અટકાવી તલાશી લેતા રૂ. ૨૨૨૦ કિંમતના ૨૨ ચપલા દારૂસાથે મુકેશ ઉર્ફે બુધો બાબુ સારલા કોળીની ધરપકડ કરી સ્ટાફ રૂ.૩૩ હજારનો મુદામાલ કબ્જે ર્ક્યા હતા. જયારે સાયલાના ખાટકીવાસમાં રહેતો પથાસગર કોળીનામના શખ્સના મકાનમાં દરોડો પાડી રૂ.૨૨૦૦ની કિમંતના ૨૨ બોટલ દારૂ સાથે મકાન માલીક પથા કોળીની ધરપકડ કરી બાઈક અને દારૂ મળી રૂ. ૩૩૩૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
જયારે થાન નજીક આવેલા મોરથળા ગામે રહેતો અજીત અમરશી ડાભી કોળીનામના શખ્સ દારૂનું વેચાણ કરતા હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી રૂ. ૬૫૦૦ની કિંમતની ૬૫ બોટલ દારૂ સાથે અજીત ડાભીની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ગોપાલ કોળી નામના શખ્સ પાસેથી લાવ્યાની કબુલાત આપતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.