શાપરમાં પરપ્રાંતીય શખ્સની માદક પદાર્થ સાથે ધરપકડ
રાજકોટના ૮૦ ફૂટ રોડ પર અમુલ ચોકડી પાસેથી જંગલેશ્વરનાબે શખ્સોને થોરાળા પોલીસે રૂા.૧.૨૪ લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. જયારે શાપર પોલીસે પરપ્રાંતીય શખ્સો માદક પદાર્થ સાથે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ શહેરનાં સામાકાંઠે ભાવનગર રોડ પર આવેલ અમુલ સર્કલ પાસે બે શખ્સો માદક પદાર્થના જથ્થા સાથે ઉભા હોવાની હકિકતના આધારે થોરાળા પોલીસના પીઆઈ પીબી.ટી. વાઢીયા, પી.એસ.આઈ. કે.કે. પરમાર સહિતના સ્ટાફે ઉપરોકત સ્થળે દોડી જઈ કેએસ ડીઝલ કારખાનાથી આગળ અમુલ સર્કલ પાસેથી ગની ઉર્ફે હનીફ જુસબ લીગડીયા રહે. જંગલેશ્વર ગાંધી સોસા. તથા અબ્દુલ સુમાર જુણાઈ રહે. જંગલેશ્વર શેરી ૭ નામના બે શખ્સોને માદક પદાર્થ ગાંજાનો જથ્થો કુલ ૨૦૭૭૦ કિલોગ્રામ કિંમત રૂા. ૧૨૪૬૨૦ જથ્થા સાથે ઝડપી લઈ બંને શખ્સોની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. જયારે અન્ય એક બનાવમાં એસઓજી રાજકોટ ગ્રામ્ય પીઆઈ એસ.જી. પલ્લાચર્યા સહિતના સ્ટાફે શાપર વેરાવળમાં આવેલા પી.એસ. પ્લાયવુડના કારખાના પાછળ ઓરડીમાં રહેતા રાજીવ બિરબલ સાવ ઉ.૩૨ નામના પર પ્રાંતીય શખ્સને પોતાની દુકાનમાંથી બિન અધિકૃત માદક પદાર્થ ગાંજો ૧૦૫ ગ્રામ કિંમત રૂા. ૭૩૫ સાથે ઝડપી લીધો હતો.