સુરેન્દ્રનગરનાં ધોળીધજા ડેમ ખાતે યુવકને માર મારી લુંટ ચલાવનાર બે શખ્સોને લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

ફરિયાદી અમનકુમાર યોગેશભાઈ શુકલા રહે.ધોળીધજા ડેમ ખાતે મહાદેવ મંદિર દર્શન કરીને પરત આવતો હતો તે વખતે ધોળીધજા ડેમની પાળી ઉપરથી બે અજાણ્યા ઈસમોએ તેને રોકીને મારમારી તેની પાસેથી એપલ-૬ મોબાઈલ કિ.રૂ.૫૦,૦૦૦/- લુંટી લઈ, મોબાઈલનો પાસવર્ડ મેળવી આ મોબાઈલમાં રહેલ પોતાના પરીવારના ફોટા તથા વિડીયો વાઈરલ નહીં કરવાનારૂ.૨૦,૦૦૦/- માંગણી કરેલ હોય જે અંગે ગુનો નોંધાતા વઢવાણ ઉપાસના સર્કલ પાસે લુંટ કરનાર બે ઈસમો સલીમભાઈ લાલાભાઈ મુલતાની જાતે (ઉ.વ.૨૪), ફા‚કભાઈ દાઉદભાઈ પરમારને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.