સિકયુરીટીને જાણ થતાં સીસીટીવીને આધારે ચોરની ઓળખ કરી પોલીસ હવાલે
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટેના કેન્દ્ર સ્થાન સમાન ગણાય છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી હજારો દર્દીઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવે છે ત્યારે ભીડનો ફાયદો ઉઠાવી ગઠીયાઓ અવાર-નવાર દર્દીઓના સગાઓના મોબાઈલની ચોરી જવાના બનાવ હોસ્પિટલ સિકયુરીટી ઓફિસમાં ફરિયાદ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે લાઈનમાં ઉભેલા ધોરાજીના ઈલિયાસ હાજીભાઈ મન્સુરીનાં મોબાઈલની ઉઠાંતરી કરી તથા ઓપીડી વિભાગ લીફટમાંથી જામનગર રોડ પર રહેતા અશોકભાઈ અર્જુનભાઈ ઢાંકેચાનો મોબાઈલ ચોરી થયાની ફરિયાદ હોસ્પિટલ સિકયુરીટી ઓફિસમાં જાણ કરતા નિવૃત પી.આઈ એ.ડી.જાડેજા, જનકસિંહ ઝાલાએ સીસીટીવીના આધારે ગોંડલના રોહિત અશોક મકવાણા અને સુરજ સોલંકીને પકડી પ્ર.નગર પોલીસના હવાલે કર્યા હતા.