એટીએસની ટીમે મુંબઇ અને યુપીના ફૈઝાબાદથી બંનેને ઝડપી લીધા: આઇએસ

દ્વારા મળતું ભંડોળ ત્રાસવાદીને પહોચતું કરાતું હવાલા કૌભાંડનો પર્દાફાશ: બંને પાસેથી પાકિસ્તાનના નકશા સહિતનું સાહિત્ય મળ્યું: બંને આતંકી પાક. એલચી કચેરી સાથે સંપર્કમાં

દેશમાં થતાં આતંકી હુમલા પાછળ દેશના જ ગદારોની સંડોવણી હોવાનું અનેક વખત બહાર આવ્યું છે ત્યારે મુંબઇ અને ફૈઝાબાદ ખાતેથી આઇએસમાં ટ્રેનિંગ લીધેલા બે આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા છે. બંને આતંકીઓ પૈકી એક ધોરાજીનો હોવાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. રાજયની એટીએસ ટીમ અને ‚રલ પોલીસ એલર્ટ બની ગઇ છે. ગુપ્ત રાહે ધોરાજી ખાતે છાનભીન શ‚ કરી છે. બંને આતંકીઓ આઇએસ પાસેથી મળતું ભંડોળ ત્રાસવાદીઓને પહોચતું કરવાના હવાલાનો કાળો કારોબાર સંભળાતા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

ઉત્તર પ્રદેશમાં આંતકી હુમલો થવાનો હોવાની ગુપ્તચર તંત્રના અહેવાલના પગલે યુપી એટીએસની ટીમ દ્વારા કેટલાક શકમંદોના મોબાઇલ ટ્રેસ શ‚ કર્યા હતા જેમાં ફૈઝાબાદના આફતાબ અલી નામનો શખ્સ શંકાસ્પદ જણાતા તેને ઉઠાવી લીધો હતો.

આફતાબ અલીની પૂછપરછ દરમિયાન તે પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇ સાથે સંડોવાયો હોવાનું અને મુંબઇ રહેતા અલ્તાફ કુરેશી નામના શખ્સ પોતાની સાથે સંડોવાયો હોવાનું તેમજ પાકિસ્તાન આઇએસ પાસે ટ્રેનિંગ લીધી હોવાનું તેમજ પાકિસ્તાન આઇએસ દ્વારા મળતું ભંડોળ ત્રાસવાદી સુધી પહોચતું કરવાની જવાબદારી સંભાળતા હોવાની કબૂલાત આપતા ઉત્તર પ્રદેશ પોલીસ ચોકી ઉઠી હતી.

ફૈઝાબાદથી ઝડપાયેલા આફતાબ અલીની કબૂલાતના આધારે ઉત્તર પ્રદેશ પોલીસે મુંબઇ પોલીસને જાણ કરતા મુંબઇ એટીએસની ટીમે મુળ ધોરાજીનો અને મુંબઇ સ્થાયી થયેલા અલ્તાફ હા‚ન કુરેશીની ‚ા.૭૦ લાખની રોકડ સાથે ઝડપી લીધો હતો.

આફતાબ અલી અને અલ્તાફ કુરેશીએ પાકિસ્તાનમાં ત્રાસવાદી ટ્રેનિંગ લીધી હોવાથી પોલીસ સ્ટાફ વધુ સાવધાની સાથે ઉંડાણ પૂર્વક પૂછપરછ કરી તેની સાથે સંડોવાયેલા અન્ય જેહાદીઓને ઝડપી લેવા ઝાળ બીછાવી છે.

ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ ખાતે ભારતીય સેનાનું ભરતી અને ટ્રેનિંગ સેન્ટર આવ્યા હોવાથી આફતાબ અલી ભારતીય સેનાના સેન્ટર પર નજર રાખવાની આઇએસ દ્વારા જવાબદારી સોપવામાં આવી હોવાનું એટીએસના આઇજી અશ્રિમ અ‚ણે જણાવ્યું હતું. તેમજ પાકિસ્તાનની એલચી કચેરીના સતત સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે. આફતાબ અલીના મોબાઇલમાંથી લશ્કરી છાવણીની તસ્વીરો મળી આવી હતી. તેના મોબાઇલના કોલ ડીટેઇલ મેળવી આફતાબ અલી દેશમાં અન્ય કોના સંપર્કમાં હતો તે અંગેની વિશેષ વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

અલ્તાફ હા‚ન કુરેશી મુળ ધોરાજીનો વતની હોવાનું, ધોરણ દસ સુધી અભ્યાસ કર્યા બાદ સાતેક માસ પહેલાં જ મુંબઇ ખાતે ઇકબાલ નામની વ્યક્તિ સાથે કાપડની દુકાનમાં કામ કરતો હોવાનું તેમજ તેના છ વર્ષ પહેલાં લગ્ન થયા હોવાનું અને તેને ત્રણ વર્ષની પુત્રી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અલ્તાફ કુરેશી ધોરાજીમાં છુટક ઇલેકટ્રીકનું કામ કરતો હોવાનું તેમજ તેનો નાનો ભાઇ મુન્નાફ કુરેશી હજી ધોરાજીમાં છુટક મજુરી કામ કરે છે. અને માતા જરીનબેન પણ ધોરાજી રહેતા હોવાનું બહાર આવ્યું છે. અલ્તાફ કુરેશીની મુંબઇ એટીએસની ટીમે ઝડપી લેતા ધોરાજી ખાતેના મકાનને તાળા મારી આખો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ટૂંક સમયમાં જ ગુજરાત એટીએસની ટીમ તેમજ ‚રલ પોલીસ દ્વારા ધોરાજી ખાતે તપાસ હાથ ધરવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.