વોશિગ્ટનના વર્જિનિયાના એક ઘરની પાછળથી આ દુર્લભ બાળ નાગ મળી આવ્યો: આ નાગના પણ બંને મોઢા કાર્યરત છે
બે મોઢાળા માણસો હોય તેવું તો આપણે સાંભળ્યું છે કે જે તમારી આગળ અલગ વાત કરે અને અન્યની આગળ અલગ વાત કરે મતલબ કે બોલે કાંઇ અને કરે કાંઇ જુદુ જ પરંતુ અહીં વાત છે કે મોઢાળા નાગની….
વોશિંગ્ટનના વર્જિનિયાના એક ઘરની પાછળ બેક યાર્ડમાં એક ઝેરી બે મોઢાળો નાગ મળી આવ્યો છે.
આ દુર્લભ અજાણ્યા નાગને શોધવા ઘરના માલિકે વર્જિનિયા હેર્પેટોલોજિકલ સોસાયટીનો સંપર્ક કર્યો અને રાજય ડેર્પેટોલોજિસ્ટે આ નાગને શોધી તેનું રિસર્ચ કર્યુ.
આ બે મોઢાળા બાળનાગને કોપરરેડ રેડિયોગ્રાફ માટે વર્જીનિયાના વન્યજીવન કેન્દ્રમાં લઇ જવાનાં આવ્યો. જેને લઇ અધિકારીઓ એ નિર્ધારીત કરી શકે છે. બન્ને મોઢા શરીર સાથે કેવી રીતે કામ કરે છે.
એક નિવેદનમાં વન્ય જીવન કેન્દ્રએ જણાવ્યું એવું લાગે છે કે આ બાળ નાગનું જમણું મોટુ વધારે કાર કરી રહ્યું છે. તે સામાન્ય રીતે ઉત્તેજના માટે વધુ કાર્યરત હોય છે.
તો બીજી તરફ રેડિયોગ્રાફોએ ખુલાસો કર્યો કે બે મોઢાળા સાપમાં બે ફેકેસ હોય છે બે એસોફૈગસ અને બંને મોઢા એક દિલ અને એક ફેફસા સાથે જોડાયેલા રહે છે. શરીર રચનાના આધારે અત્યારે જમણું મોઢું વધુ સક્રિય હોવાનું જોવા મળી રહ્યું છે.