છરી બતાવી બે મોબાઇલ અને રૂ.૭૦ હજાર રોકડા લૂંટ બંને શખ્સો બાઇક પર ફરાર

ભાવનગરના મોતી તળાવ નજીક મોગલ માતાજીના મંદિર પાસેથી ટેમ્પો લઇને મોડીરાતે પસાર થતા ચાલકને બાઇક પર આવેલા બે શખ્સોએ આંતરી છરી બતાવી રૂ.૭૦ હજાર રોકડા અને બે મોબાઇલની લૂંટ ચલાવી બંને લૂંટારા બાઇક પર ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના અયોધ્યાનરમાં રહેતા મેહુલ સાજણભાઇ સોહલા અને હિતેશ મુન્ના સોહલા પોતાનો જી.જે.૦૪એટી. ૭૮૭૨ નંબરનો ટેમ્પો લઇ ભાવનગર આવી રહ્યા હતા ત્યારે મોતી તળાવ મોગલ માતાજીના મંદિર પાસે બાઇક લઇને આવેલા બે શખ્સોએ ટેમ્પો આંતરી છરી બતાવી રૂ.૭૦ હજાર રોકડા અને બંનેના મોબાઇલ મળી રૂ.૯૩ હજારની મત્તાની લૂંટ ચલાવી બંને શખ્સો બાઇક પર ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.