ઢોરની ઢીંકથી મોતને ભેટેલા યુવાનના પરિવારનું હૈયાફાટ રુદન સાથે કમિશનર અને SPને “વેદનાપત્ર
જામનગરમાં ૨૯ જૂનના ઢોરની ઢીંકે યુવાનનું મૃત્યુ થતાં નોધારા બનેલા પરિવારે ગુર્જર પ્રજાપતિ સમાજની આગેવાની હેઠળ રડતા રડતા જામ્યુકોના કમિશનર અને જિલ્લા પોલીસ વડાને વેદનાપત્ર પાઠવ્યું હતું. રસ્તે રખડતા પશુઓની સંપૂર્ણ જવાબદારી મનપા અને પોલીસની હોય યુવાનના મૃત્યુ માટે જવાબદાર કોણ ? તેવો અણિયારો સવાલ ગુર્જર પ્રજાપતિ સમાજે આ વેદનપત્રમાં ઉઠાવ્યો છે. જામનગરમાં સાંઢિયાપુલ પાસે માધવબાગમાં રહેતા ગુર્જર પ્રજાપતિ દિનેશભાઇ જમનભાઇ ટાંક(ઉ.વ.૩૨) તા.૨૯ જૂનના પોતાની પુત્રી હિતિક્ષા(ઉ.વ.૯)ને સવારે ૭.૧૫ વાગ્યાની આસપાસ શાળાએ બાઇક પર મૂકવા જતાં હતાં, ત્યારે હરિયા કોલેજ પાસે રસ્તે રઝળતા ગાય અને ખુંટીયા ઝગડતા હોય દિનેશભાઇની બાઇકને ઠોકર મારી હતી. આથી દિનેશભાઇને ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજયું હતું. જયારે પુત્રી હિતીક્ષાને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. ઢોરની ઢીંકે દિનેશભાઇનું મૃત્યુ નિપજતાં નોધારા બનેલા પરિવારને સાથે રાખી ગુર્જર પ્રજાપતિ સમાજે મનપાના કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવી પરિવારની આજીવિકા અંગે યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
સ્વ. દિનેશભાઇ જામનગરમાં ૨૯ જૂનના ઢોરની ઢીંકે યુવાનનું મૃત્યુ થતાં નોધારા બનેલા પરિવારે ગુર્જર પ્રજાપતિ સમાજની આગેવાની હેઠળ રડતા રડતા જામ્યુકોના કમિશનર અને જિલ્લા પોલીસ વડાને વેદનાપત્ર પાઠવ્યું હતું. રસ્તે રખડતા પશુઓની સંપૂર્ણ જવાબદારી મનપા અને પોલીસની હોય યુવાનના મૃત્યુ માટે જવાબદાર કોણ ? તેવો અણિયારો સવાલ ગુર્જર પ્રજાપતિ સમાજે આ વેદનપત્રમાં ઉઠાવ્યો છે. જામનગરમાં સાંઢિયાપુલ પાસે માધવબાગમાં રહેતા ગુર્જર પ્રજાપતિ દિનેશભાઇ જમનભાઇ ટાંક(ઉ.વ.૩૨) તા.૨૯ જૂનના પોતાની પુત્રી હિતિક્ષા(ઉ.વ.૯)ને સવારે ૭.૧૫ વાગ્યાની આસપાસ શાળાએ બાઇક પર મૂકવા જતાં હતાં, ત્યારે હરિયા કોલેજ પાસે રસ્તે રઝળતા ગાય અને ખુંટીયા ઝગડતા હોય દિનેશભાઇની બાઇકને ઠોકર મારી હતી. આથી દિનેશભાઇને ગંભીર ઇજા થતાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજયું હતું. જયારે પુત્રી હિતીક્ષાને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી. ઢોરની ઢીંકે દિનેશભાઇનું મૃત્યુ નિપજતાં નોધારા બનેલા પરિવારને સાથે રાખી ગુર્જર પ્રજાપતિ સમાજે મનપાના કમિશનર અને જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવી પરિવારની આજીવિકા અંગે યોગ્ય કરવા રજૂઆત કરી હતી.
સ્વ. દિનેશભાઇ મોભી ગુમાવતાં ગળે ડૂમો લાગ્યો
પરિવારે મોભી ગુમાવતાં કમિશનરને વેદનાપત્ર પાઠવતી વેળાએ સંતાનો સાથે આવેલી માતાને ગળે ડુમો લાગ્યો હતો અને તેણી અશ્રૃધારાને રોકી શકી ન હતી.
આવેદનપત્રમાં કરાયેલી માંગણી
૨૯ જૂનના જે સ્થળે દિનેશભાઇને ઢોરે ઢીંક મારી હતી તે સ્થળના સીસીટીવી ફુટેજ મેળવી ગેરકાયદે નીરણનું વેચાણ કરનાર અને પશુ માલીક વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦૪ હેઠળ ગુન્હો નોંધવો.
સ્વ.દિનેશભાઇના મૃત્યુ બદલ જામનગર મહાનગરપાલિકા દ્રારા રૂ.૨૫૦૦૦૦૦ અને જિલ્લા પોલીસ અધિકારી કચેરી દ્વારા રૂ.૨૫૦૦૦૦૦ મળી સ્વ.ના પરિજનોને તાકીદની અસરથી રૂ.૫૦ લાખની સરકારી રાહત આપો.
સ્વ.દિનેશભાઇની પુત્રી હીતીક્ષાની ઇજાની સારવારમાં થયેલો તમામ ખર્ચ સરકાર ભોગવે.
સ્વ.દિનેશભાઇના પરિવારમાંથી કોઇપણ એક વ્યકિતને તાત્કાલીક અસરથી જામ્યુકોમાં કાયમી ધોરણે નોકરીમાં સમાવિષ્ટ કરે.
જામ્યુકોની હદમાં આવતા રાજમાર્ગો તેમજ શહેર વિસ્તારમાં અંદરના ભાગોમાં આપ બંને અધિકારીઓ દ્વારા પખવાડીયે સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવે.