ચાર વ્યકિતઓને સામાન્ય ઈજા
જાફરાબાદ તરફથી સાંજના ૬:૩૦ કલાક આસપાસ ૧૨ જેટલા પેસેન્જરોને ભરીને મેજીક નં.જી.જે.૧૧ ઝેડ ૯૭૮૭ રાજુલા તરફ આવી રહી હતી ત્યારે રાજુલા-હિંડોરણા વચ્ચે આ મેજીકની પાછળ એક ટ્રેક નં.જી.જે.૧૪ એકસ ૮૮૯૧ સિમેન્ટ ભરીને રાજુલા તરફથી આવી રહ્યો હતો ત્યારે ટ્રકે ફુલ સ્પીડમાં આગળ જઈ રહેલી મેજીકને પાછળથી બે વાર ઠોકર મારતા મેજીક ઉલળીને ખાળીયામાં પડી ગઈ હતી. આ મેજીકમાં મુસાફરી કરી રહેલા મુળ જાફરાબાદના રમેશભાઈ ઉગાભાઈ શિયાળ (ઉ.વ.૩૦) અને એક પરપ્રાંતિય યુવક (ઉ.વ.આશરે ૩૫)નું ઘટના સ્થળે જ ક‚ણ મોત નિપજેલ હતું.
જયારે કરમચંદ જયલાલ યાદવ (ઉ.વ.૩૭, રહે.ઉતર પ્રદેશ), વિજયશંકર તુલસીદાસ (ઉ.વ.૨૮) સિન્ટેક્ષ કાૃં.ના કર્મચારી, સત્યપ્રકાશ કવિદાસ (ઉ.વ.૨૧) આ ત્રણેય પરપ્રાંતિય યુવકોને ગંભીર પ્રકારની ઈજાઓ થતા રાજુલાથી વધુ સારવાર અર્થે મહુવા રીફર કરાયા છે. જયારે બેનાબેન નાજાભાઈ શિયાળ (ઉ.વ.૩૫), નમીરાબેન રફીકભાઈ (રહે.જાફરાબાદ, રફિકભાઈ (ઉ.વ.૪૨, રહે.જાફરાબાદ), હનીમાબેન રસિકભાઈ (ઉ.વ.૪૦) રહે.જાફરાબાદ વાળાને વધુ સારવાર અર્થે રાજુલા જનરલ હોસ્પટલમાં દાખલ કરાયા છે. આ બનાવની જાણ થતા રાજુલા પોલીસ સ્ટાફ, ધારાસભ્ય અંબરીષ ડેર, નગરના સેવાભાવી યુવાનો અકસ્માતમાં ઘવાયેલાઓને મદદ‚પ થવા હોસ્પિટલે દોડી ગયા હતા.
રાજુલા જનરલ હોસ્પિટલના ડો.જેઠવા સહિતનો સ્ટાફ ઘવાયેલાઓની સારવાર ઝડપભેર કરી હતી. ૧૦૮ સહિતની એમ્બ્યુલન્સોના સંચાલકો પણ દોડી આવ્યા હતા.