ઉપલેટાના ગણોદના પાટીયા પાસે કાર અને મોટર સાઇકલ વચ્ચે ગમ્ખવાર અકસ્માત થતા મોટર સાયકલ ચાલક બન્ને વેવાઇના મોત થયા હતા. જયારે કાર ચાલકે ગંભીર સઇજા થતા રાજકોટ વધુ સારવાર માટે ખસેડેલ છે.
ગણોદના પાટીયા પાસે બપોર ચાર વાગે મેરવદર ગામના જેન્તીભાઇ પબાભાઇ વારગીયા (ઉ.વ.૫૬)રહે. વણકર વાસ મેરવદર તથા તેમના વેવાઇ રવજીભાઇ રાણાભાઇ પરમાર રહે. તલેગણા વાળા પોતાનું મોટર સાકલ નં. જીજે ૬૬ બીસી ૬૮૫૯ લઇને ઉપલેટા તરફ આવતા હતા ત્યારે પોરબંદર તરફથી આવી રહેલા કાર નં. જીજે ૦૩ કેસી ૫૩૮૯ ના ચાલક હરેશ તીરથલાલ ત્રવાડી (ઉ.વ.૪ર) રહે. પોરબંદર વાળાએ મોટર સાઇકલને હડફેટે લેતા મોટર સાઇકલ સવાર જેન્તીભાઇ વારગીગા અને તેના વેવાઇ રવજીભાઇ પરમારને ગંભીર ઇજા થતા તેને ઉપલેટા સીવીલ હોસ્પિટલે લઇ આવતા ફરજ પરના ડો. પટેલે તેને મૃત જાહેર કરેલા હતા જયારે પોરબંદરનો કાર ચાલક હરેશ તીરથલાલ ત્રવાડીને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતા આ અંગેની તપાસ પોલીસ ચલાવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,