બંને પિતરાઇ ભાઇઓ માતાજીના મઢ ચાલીને દર્શને જઇ રહ્યા હતા
વઢવાણ તાલુકાના ખજેલી ગામના મૂળ વતની અને હાલમાં આણંદ ખાતે રહેતા અને પગપાળા પોતાના વતન તરફ નવરાત્રીમાં જવારા વાવવાના પ્રસંગમાં આવી રહ્યા હતા ત્યારે અરણેજ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બંનેને અડફેટે લેતા ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે બંનેના મોત નીપજ્યા હતાં.સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે અને ત્યારે અકસ્માત માટે કુખ્યાત બનેલ બગોદરા હાઈવે કે જ્યાં દરરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે આ સિક્સ હાઈવે નું કામકાજ શરૂ હોવાના કારણે અને વાહનોની સ્પીડ વધારે રાખી અને આડેધડ વાહનો ચલાવી વાહનોના ચાલક અકસ્માતો સર્જી અને નિર્દોષ લોકોના પ્રાણ લઈ રહ્યા છે ત્યારે હાલમાં બગોદરા પાસેના આણેજ ગામના પાટીયા પાસે બે પદયાત્રી ના અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ અને ગંભીર ઇજા પહોંચાડતા ઘટના સ્થળ ઉપર જ બંનેના કમ કમાટી ભર્યા મોત નીપજ્યા છે.
ત્યારે વઢવાણ તાલુકાના ખજેલી ગામ ખાતે શોપ નો માહોલ છવાઈ જવા પામ્યો છે ત્યારે જાણવા મળી રહેલી વિગતો અનુસાર વઢવાણના વતની અને મૂળ ખજેલી ગામના મૂળ વતની છે અને હાલમાં પોતે આણંદ ખાતે રહે છે ત્યારે નવરાત્રી શરૂ થતી હોવાના કારણે માતાજીના મઢે જવારા રોપવાના હોવાના કારણે આ બંને યુવાનો પગપાળા આણંદ ગામ ખાતેથી આવી રહ્યા હતા ત્યારે બગોદરા પાસે આવેલ અરણેજ ગામની પાસે અજાણ્યા વાહન ના ચાલકે આ બંને પદયાત્રીને અડફેટે લીધા હતા ત્યારે ગંભીર ઇજા સાથે ઘટના સ્થળ ઉપર રણછોડભાઈ ઓગળભાઈ ચિહલા ઉંમર વર્ષ 77 તેમજ નાગજીભાઈ ભુરાભાઈ ચિહલા ઉંમર વર્ષ 55 આ બંને ના ઘટના સ્થળે ગંભીરિજા સાથે મોત નીપજ્યા છે ત્યારે નાના એવા વઢવાણ તાલુકાના ખજેલી ગામ ખાતે ભારે અરેરાટી સર્જાવા પામી છે જ્યારે નવરાત્રી પ્રસંગમાં જવારા રોપવાની કામગીરીમાં પણ વિઘ્ન સર્જાયું છે હાલમાં બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બંનેને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને આગળની પોલીસ ફરિયાદ નોંધ અને અજાણ્યા વાહન ચાલકની શોધખોળ આદરવાની શરૂઆત કરવામાં આવી છે.