ધોકા પાઇપ વડે બંને પક્ષો વચ્ચે મારામારી થતાં સામ સામે નોંધાતી ફરિયાદ
રાજકોટમાં સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે ચા વેચવાના પ્રશ્ને બે પક્ષો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી છે.જેમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ મામલે તાલુકા પોલીસ માં સામ સામે ફરિયાદ નોધાતા પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
વિગતો મુજબ શહેરમાં સામાન્ય બાબતે મામલો એટલો ઉગ્ર બની જાય છે કે વાત મારામારી સુધી પહોંચતા પણ વાર લાગતી નથી. જેથી દૈનિક શહેરમાં મારામારીના બનાવો વધતા જઇ રહ્યા છે. એવામાં રાજકોટમાં વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચા વેચવા મુદ્દે સ્પીડ વેલ પાર્ટી પ્લોટમાં બે પક્ષો વચ્ચે ધિંગાણું ખેલાયું હતું.જે મામલે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોધવામાં એવું હતી.જેમાં ભોળાભાઈ મેરાભાઈ ગમારા (ઉં.22 વર્ષ) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાહુલ ટોયટા અને રાહુલ વકાસર ના નામો આપ્યા હતા જેમાં તેણે જણાવ્યું હતું કે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તેઓ નવી બનતી બાંધકામ સાઇટ પર ચા વેંચવા જતાં હતાં.
આ પ્રકારની સામાન્ય બાબતનો ખાર રાખી બે ઇસમ રાહુલ ટોયટા અને તેનો ભાઇ રાહુલ વકાતરએ તારે જીવરાજ પાર્કમાં ચા વેચવાની નથી કહીને બોલાચાલી કરી ગાળો ભાંડી, કડકાવાલી કરવામાં આવી હતી. જોકે બાદમાં સમાધાન માટે કરી સ્પીડવેલ પાર્ટીપ્લોટ નજીક નાગદાન ટી સ્ટોલની સામે બોલાવીને રાહુલ વકાતરે નામના ઇસ્તે ગાળો આપી અને રાહુલ ટોયટાએ લાકડીથી માર માર્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.
જ્યારે સામાં પક્ષના રાહુલભાઈ ટોયટા એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં નઝા ગમારા, ભોલા ગમારા અને કમલેશ ગમારા ના નામો આપતા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, ફરીયાદી ચા વેચાવાનો ધંધો કરતા હોય અને ફરીયાદી નવી બનતી બાંધકામની સાઇટો ઉપર ચા વેચવા જતા તે અંગેનો ખાર રાખી આરોપી ભોલા ગમારાએ ફરી.ને કહેલ કે તારે જીવરાજ પાર્ક વિસ્તારમાં ચા વેચવાની નથી તેમ હી બોલાચાલી જગડો થયેલ તે બાબતે આરોપી નાઝાભાઇ એ સમાધાન માટે પોતાની ચા ની હોટલ બહાર બોલાવતા ફરી.તથા સાહેદ રાહુલ વકાતર જતા આરોપીઓએ જગડો કરી ગાળો આપી આરોપી નાજાભાઇએ લાકડી તથા ભોલા ગમારા એ પ્લાસ્ટીકના પાઇપ તથા કમલેશભાઇએ ફડાકા મારી દઈ ઈજા પહોંચાડતા પોલીસે ગુનો નોધવામાં આવ્યો હતો.