ગોંડલમાં રહેતા યુવકને ભુણાવાના પાટીયા પાસે તેના પાડોશી શખ્સે હાથ ઉછીના પૈસા પરત ન આપવા બાબતે તેને પ્રથમ દારૂ પીવડાવી ધોકા પાઇપ વડે ઢોર મારમારી ઈજા પહોંચાડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે સામાં પક્ષે પણ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.અને તેમને અક્ષેપો કરતા જણાવ્યું હતું કે યોગ દ્વારા તેમને કાચની બોટલો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી તેમને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ બનાવ મામલે સિવિલ હોસ્પિટલ જોકે દ્વારા નોંધ કરી આગળની તપાસ સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે.
યુવકે પાડોશીને હાથ ઉછીના આપેલા રૂ.80 હજાર પરત માગતા થઈ મારામારી : બંને પક્ષને ઈજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ગોંડલમાં રહેતા સુખપાલ રવિદત શર્મા નામના યુવાને તેના પડોશી ભૂપેન્દ્રસિંહ જાડેજાને રૂ.80 હજાર હાથ ઉછીના આપ્યા હતા.જે પૈસા ઉપેન્દ્રસિંહ પાસેથી તેમને પરત માંગતા ઉપેન્દ્રસિંહ દ્વારા તેની સાથેના સાગરીતો ગનીભાઈ,જીલુભાઈ અને અજાણ્યા શખ્સો દ્વારા સુખપાલને દારૂ પીવડાવી લુણાવાના પાટીયા પાસે ધોકા વડે ઢોર મારવામાં આવ્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ હોસ્પિટલ દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે સામે પક્ષના ઉપેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને તેમના દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે સુખપાલ શર્મા દ્વારા પૈસાની ઉઘરાણી કરવા માટે તેના પર કાચની બોટલો વડે માર મારવામાં આવ્યો હતો જેમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી હાલ પોલીસ દ્વારા બંને પક્ષોની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.