સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણ થઈ રહી છે ત્યારે મામલતદાર ઓફિસના કર્મચારીઓ,ઓપરેટર પણ કોરોનાની લપેટમાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે જિલ્લાની મામલતદાર ઓફિસમાં બે ઓપરેટર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેને લઇને શહેરની મામલતદાર ઓફિસ ની તમામ કામગીરી બંધ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના સંક્રમણ વકરતો જઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજના 30થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે.

દવાખાનાના કામ અર્થે જો દાખલાની જરૂર હોય તો કાઢી આપવામાં આવશે તેવા હાલમાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર મામલતદાર દ્વારા સૂચના આપ્યા બાદ દવાખાના કામ માટે દસ્તાવેજી પુરાવા કાઢી આપવાની સુચના આપવામાં આવી છેને આ કામગીરી શરૂ કરવામાં આવી છે તે તાત્કાલિક પણ એક ઓપરેટર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.