ગઇ કાલ તા. ૧૬/૦૨/૨૦૧૯ ના રોજ દલખાણીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં રહેતાં હમીદાબેન અબ્દુભાઇ નાયા રહે.દલખાણીયા વાળાઓએ અરજી આપેલ કે સેમરડી ગામના જાફર બારનભાઇ બ્લોચ તથા હુસેન જંહાગીર બન્ને જણાઓ અરજદાર બહેનના ધરે આવી બિભત્સ ગાળો આપી અને મારી નાંખવા અંગે અગાઉ તેઓના વિરૂધ્ઘ અરજી આપેલ હોય તેનું મનદુઃખ રાખી માથાકુટ કર્યા અંગેની અરજી દલખાણીયા આઉટ પો.સ્ટે. ખાતે આપેલ અરજીમાં જણાવેલ સામાવાળાઓની ખરાઇ કરવા સારૂં ધારી પો.સ્ટે.ના બે સરકારી બોલેરો વાહનો સાથે સેમરડી ગામ ખાતે શ્રી એ.વી.પટેલ પોલીસ સબ ઇન્સ. ધારીનાઓ સ્ટાફ સાથે રવાના થયેલ હતા.
સદરહું અરજી અન્વયે આરોપીઓની ખરાઇ કરવા સારૂ જંગલ વિસ્તારની બાજુમાં આવેલ વાડીના સ્થળ ઉપર (૧) અજીત મહંમદ બ્લોચ (ર) હુસેન જહાંગીર બ્લોચ (૩) જાફર બારાન બ્લોચ (૪) બારાનભાઇ ઉમરભાઇ બ્લોચ તથા (પ) સિકંદર બારાન બ્લોચ રહે.તમામ સેમરડી વાળાઓ વાડીએ હાજર હોય જેઓ અમો પોલીસને જોઈને એકદમ ઉશ્કેરાઇ જઇ પોલીસ સાથે ઝપાં-ઝપી શરૂ કરી દિધેલ હતી.
સદરહું બનાવમાં ઉપરોક્ત પાંચ ઇસમો પૈકીનો જાફર બારન બ્લોચ પોતાના હાથમાં એક ધારદાર ખુલ્લી છરી વડે ધારી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ.શ્રી એ.વી.પટેલ સાહબને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે છરીનો એક ઘા મારી દેતાં તેની સાથેના ઉપરોક્ત ચારેય ઇસમો પણ દોડી આવી અમોને તેમજ આદિત્યભાઇ બાબરીયાને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગેલ આ દરમ્યાન મહેન્દ્રભાઇ વાળા પો.સ.ઇ.શ્રી પટેલ સાહેબને બચાવવા જતાં જાફર બારન બ્લોચે મહેન્દ્રભાઇને પકડીને તેઓનો સરકારી ગણવેશ ફાડી નાંખેલ અને એકદમ ઉશ્કેરાઇ જઇને આ જાફરે પોતાની પાસે રહેલ છરીથી મહેન્દ્રભાઇના પેટના ડાબી બાજુએ એક ઘા મારી જીવલેણ ઇજા કરેલ હતી અને સાથેના પોલીસ કમર્ચારીઓએ ધટના સ્થળેથી બે આરોપીઓને ઝડપી પાડેલ હતા અન્ય તમામ આરોપી નાશી ગયેલ હતા.
ધારી પો.સ્ટે.ના ઇજા પામેલ પોલીસ અધિશ્રી/કર્મચારીઓ
શ્રી એ.વી.પટેલ પોલીસ સબ ઇન્સ.ધારી પો.સ્ટે
પો.કોન્સ.મહેન્દ્રભાઇ મેરામભાઇ વાળા
આદિત્યભાઇ રામકુભાઇ બાબરીયા
ઉપરોકત બનાવમાં શ્રી પટેલ સાહેબને હાથમાં કોણીથી ઉપરના ભાગે છરીથી ઇજા થયેલ છે. તેમજ મહેન્દ્રભાઇ વાળાને પેટના ભાગે છરી મારતાં જીવલેણ ઇજા થયેલ છે અને આદિત્યભાઇ બાબરીયાને મુંઢ ઇજાઓ થયેલ છે હાલ મહેન્દ્રભાઇ વાળાની સારવાર શરૂ છે.
પકડાયેલ આરોપીઓ
જાફર બારનભાઇ બ્લોચ રહે.સેમરડી
બારાન ઉમરભાઇ બ્લોચ રહે.સેમરડી
નાશી ગયેલ આરોપીઓ
અજીત મહંમદ બ્લોચ
હુસેન જહાંગીર બ્લોચ
સિકંદર બારાન બ્લોચ
તથા અન્ય 100 જેટલા અજાણ્યા ઈસમો રહે. તમામ સેમરડી સદરહું બનાવ અનુસંધાને પોલીસ સ્ટાફ સાથે ઉપરોક્ત પાંચેય ઇસમોની વાડીએ અરજી તપાસમાં જતાં આ કામના આરોપીઓએ પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ કરવાના હેતુથી એકસંપ કરી ગે.કા. મંડળી રચી, પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અમો પોલીસ હોવાનું જાણતા હોવા છતાં અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી, અમોને તથા અમારી સાથેના પોલીસ કર્મચારી ઉપર જાનથી મારી નાંખવાના ઇરાદે ગંભીર જીવલેણ હુમલો કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપ્યા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.
સદરહું ગુન્હાની આગળની તપાસ શ્રી વી.એલ.પરમાર સાહેબ ઇ.ચા.સર્કલ પોલીસ ઇન્સ. ધારીનાઓ ચલાવી રહેલ છે અને સદરહું બનાવમાં પકડવાના બાકી આરોપીઓ શોધવા માટે ધારી પોલીસ, એલ.સી.સી./એસ.ઓ.જી.ની ટીમો ધ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે
સદરહુ બનાવ અનુસંધાને શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી, એસ.ઓ.જી ટીમ તથા તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તથા માણસો સાથે તેમજ પી.જી.વી.સી.એલ. (GEB) ટીમો તથા ફોરેસ્ટ વિભાગની ટીમો સાથે રાખી સેમરડી ગામે સર્ચ ઓપરેશન કરતાં સેમરડી ગામમાં અનેક ગેરકાયદેસર લાઈટ કનેક્શન તેમજ ગેરકાયદેસર હથિયારો, તલવાર, કુહાડી,ધારીયા, છરી,ભાલા તેમજ કાર્ટીસ મળી આવેલ હોય છે જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે