અલંગ ભાંગવા આવેલા ઈજીપીના જહાજમાં ૧૪૦૦ કિલો નશીલા પદાર્થ પોરબંદરના દરિયા કિનારેથી પકડાયું: કેપ્ટન સહિત ૧૩ ક્રુમેમ્બરોની ધરપકડ કરીતી

ઈજીપ્તથી નારકોટીકસ ડ્રગ્સ ૧૪૦૦ કિલો કોકેઈન તથા હેરોઈન હેનરી નામના જહાજમાં ભારતમાં લઈ આવી ગુજરાત બોર્ડરમાં પોરબંદર દરીયાઈ કાંઠે ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવનાર છે તેવી હકિકત કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારને મળતા તે બાતમીને અનુસંધાને અમદાવાદ નારકોટીક સેલે પોરબંદર નેવી કોસ્ટ ગાર્ડને સાથે રાખી હેનરી નામનું જહાજને પોરબંદર દરીયામાં જેટી પાસે લાવી જહાજની ચકાસણી કરતા અબજની કિંમતનું ૧૪૦૦ કિલો કોકેઈન તથા હેરોઈન મળી આવતા જહાજના કેપ્ટન અને ક્રુર મેમ્બરોની અટકાયત કરેલી હતી. બંને રહે.મુંબઈની સદર હું ડ્રગ્સ ગુજરાત મુકામે પોરબંદર દરીયાકાંઠે લેન્ડીંગ કરવી સદર હું જહાજ અલંગમાં ભંગાવી કાવતરું રચી જહાજમાં કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહી અને ફોન દ્વારા ડ્રગ્સ ગુજરાતમાં લેન્ડીંગ કરાવવા વ્યવસ્થા કરી મદદગારી કરનાર સુલેમાન ભાડેલા અને સાઉદ અસલમ પટેલની એટીએસ ધરપકડ કરી પોરબંદર મુકામે લાવી નારકોટીક સેલ અમદાવાદને સોંપેલ અને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી વિરુઘ્ધ નારકોટીક સેલે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ. આરોપીના એડવોકેટ રોહિતભાઈ ધીઆ મારફત પોરબંદર મુકામે જામીન અરજી કરેલી જે જામીન અરજી નામંજુર થતા હાઈકોર્ટ સમક્ષ જામીન અરજી કરતા જામીન અરજીની સુનવણી દરમ્યાન દલીલોમાં ધ્યાને લઈ આરોપીને જામીન પર છોડવા હુકમ કરેલો છે. આ કામમાં નારકોટીક સેલ કેપ્ટન સહિત ૧૩ આરોપીઓની ધરપકડ કરેલી હતી.

આ કામના બંને આરોપીઓ જાણતા હતા કે હેનરી નામના જહાજમાં નારકોટીકસ ડ્રગ્સ ઉતારવાનો છે. આ કામના બન્ને આરોપીઓ અગાઉ કયારેય કોઈ નારકોટીક ગુન્હામાં પકડાયેલ નથી જે જડતી તપાસ દરમ્યાન બન્ને આરોપીઓ પાસેથી નારકોટીકને લગતું કોઈ શંકાસ્પદ સાહિત્ય મળી આવેલું નથી. તેમજ બન્ને આરોપીઓ માહિતી આપનાર હોય અને આ અંગેના નિવેદન કાયદાના પ્રબંધ હેઠળ લેવાયેલા હોય જે પુરાવા ગ્રાહ્ય રાખી હાઈકોર્ટ બંને આરોપીને જામીન ઉપર છોડવા હુકમ કરેલો છે. આ ચકચાર કેસમાં સૌરાષ્ટ્રના જાણીતા એડવોકેટ રોહિતભાઈ બી.ધીઆ, સ્વાતીબેન પટેલ, અકબર સલોટ તથા ગુજરાત હાઈકોર્ટમાં સિઘ્ધાર્થ શર્મા વકીલ તરીકે રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.