શેરબજારમાં આવતા અઠવાડિયે બે નવા આઈપીઓ આવી રહ્યા છે. આ બન્ને આઈપીઓ અત્યારથી જ ઈન્વેસ્ટરોમાં આકર્ષણ જગાવી રહ્યા છે. કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ તા.૨૧/૯/૨૦૨૦ના રોજ રીટેઈલ ઇન્વેસ્ટરો માટે શરૂ થશે. ૨૨૪૨ કરોડના ઈશ્યુ સાઈઝ રહેશે. આઈપીઓ તા.૨૩/૯/૨૦૨૦ના રોજ બંધ થશે. પ્રાઈઝ બેન્ડ ૧૨૩૦નો રહેશે. રીટેઈલમાં મીનીમમ ૧૨ શેરની અરજી કરવાની રહેશે. ૫૦ ટકા કયુ આઈબી તેમજ ૧૫ ટકા એનઆઈબી માટે તેમજ ૩૫ ટકા રીટેઈલ ઈન્વેસ્ટરો માટે શેરોની અરજી થઈ શકશે.
એવી જ રીતે કેમકોન સ્પેશ્યાલીટી કેમીકલ લી.નો આઈપીઓ પણ ૨૧/૦૯/૨૦૨૦ના રોજ ખુલશે અને ૨૩/૦૯/૨૦૨૦ના રોજ પુરો થશે. ઈસ્યુની સાઈઝ ૩૧૮ કરોડની છે. પ્રાઈઝ બેન્ડ ૩૪૦ની છે. લીડ ૪૪ શેરના કરવાની રહેશે. આમા પણ કયુ આઈ બી ૫૦ ટકા એનઆઈબી ૧૫ ટકા તેમજ રીટેઈલ માટે ૩૫ ટકાનો હિસ્સો રહેશે. તાજેતરમાં બે પુરા થયેલા બે આઈપીઓ હેપીએસ્ટ અને રૂટ મોબાઈલમાં પણ સારો એવો પ્રતિસાદ મળેલ અને મલ્ટીપલ ટાઈમ ભરાઈ ગયા હતા. આવતા અઠવાડિયે આવી રહેલા બન્ને આઈપીઓ પણ મલ્ટીપલ ટાઈમ ઓર સબસ્ક્રાઈબ થવાની પુરી શકયતા છે.
રૂટ મોબાઈલમાં લીસ્ટીંગ ગેઈન સારું મળશે. તેમજ આવતા વીકમાં શરૂ થઈ રહેલા આઈપીઓમાં પણ લીસ્ટીંગ ગેઈન આકર્ષક રહેવાની પુરી શકયતા છે. હાલમાં પ્રાયમરી માર્કેટમાં પણ ઈન્વેસ્ટરોને વળતર સારું મળવાના પુરેપુરી શકયતા છે. નાણાકિય વર્ષના ત્રીજા કવાર્ટરમાં અને ચોથા કવાર્ટરમાં આઈપીઓ/ઓએફએસનું પ્રમાણ વધશે અને પ્રાયમરી માર્કેટ ધમધમશે તેવું અગ્રણી પરેશભાઈ વાઘાણી શેર બ્રોકરની યાદીમાં જણાવાયું છે.