- ગાંજા સાથે બે પરપ્રાંતીય શખ્સોની સારોલી પોલીસે કરી ધરપકડ
- રૂ.1.81 લાખની કિંમતના 18.177 કિલો ગાંજા સાથે શખ્સોની ધરપકડ
- ગાંજો કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર સુરતમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી 1.81 લાખની કિંમતનો 18 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આ દરમિયાન ઓરિસ્સાના ગંજામ જિલ્લાના 2 શખ્સો ઝડપાયા હતા. બિકાસ પરીડા અને ચંન્દ્રમણી પ્રધાન નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં ફરી ગાંજો ઝડપાયો છે. બે ઇસમોને રૂ.1.81 લાખની કિંમતના 18.177 કિલો ગાંજા સાથે સારોલી પોલીસે ઝડપી પાડ્યા છે. તેમજ બન્ને ઈસમો ઓરીસ્સા રાજ્યના ગંજામ જીલ્લાના છે. બિકાસ પરીડા અને ચંન્દ્રમણી પ્રધાન પ્લાસ્ટીકના કોથળામા ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવ્યા હતા. કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે ગાંજો કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.
સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી પકડાયો ગાંજો
સુરતમાં ગાંજો અવાર-નવાર પકડાતો હોય છે, ત્યારે ફરી એક વાર ગાંજો ઝડપાયો હતો. પોલીસને બાતમી હતી કે નિયોલ ચેકપોસ્ટ પાસે બે શખ્સો ગાંજો લઈને આવી રહ્યાં છે અને તેની તપાસ કરી તો તેમની પાસે ડબ્બામાંથી ગાંજો ઝડપાયો હતો, ત્યારે ગાંજો આપનાર કાના પરીડા અને ભુઆ પાંડી ફરાર થઈ ગયા છે. કેટલા સમયથી ગાંજો લાવતા હતા તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે બાતમીના આધારે 1.81 લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી 2 શખ્સો પ્લાસ્ટિકના કોથળામાં ગાંજો લઈને સુરત આવતા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવતા ઝડપાયા હતા.