એસ.એલ.બી. અને બી.કોમ. ની ડીગ્રી ધારક શખ્સો એસ.ઓ.જી.ની ઝડપે ચડયા:
બાટલા અને દવાઓ કબ્જે
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની ઘાતક લહેરમાં અનેક લોકો સંક્રમિત થયા અને બીજી તરફ સામાન્ય શરદી, ઉધરસના કેસોથી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો મળતી હતી. આ બધા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનાર બોગસ ડોક્ટરને ઘણા પકડાય છે ત્યારે વીંછિયા ગામે કોઇ પણ જાતની ડિગ્રી વગર દવાખાનું ખોલી ક્લિનિક ચલાવી કોવીડ દર્દીઓની સારવાર કરતા એલ.એલ.બી અને બી.કોમ થયેલા બે બોગસ ડોક્ટરોને રાજકોટ રૂલર એસ.ઓ.જી પોલીસે ઝડપી પડ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વીંછિયા તાલુકાના સનાળી ગામે અને બોટાદમાં કલીનીક ધરાવતા સંજય ભરતભાઈ હરણીયા (ઉ.વ.28)અને જીજ્ઞેશ ધીરુભાઈ તાવીયા (ઉ.વ.23) નામના એમ બે બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. સનાળી ગામે કોઇ પણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની સારવાર કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રૂરલ જઘૠ પોલીસે સ્થળ પર પહોંચી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ રૂરલ જઘૠ પીઆઇ એ.આર. ગોહિલએ જણાવ્યા મુજબ કોરોનાના કપરાકાળ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેલ્લા કેટલાક સમયથી વીંછિયા તાલુકાના સનાળી ગામે બોગસ ડોકટર ક્લિનિક ચલાવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે રેડ કરી ક્લિનિક પરથી બોગસ ડોક્ટર સંજય હરણીયાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ક્લિનિકમાં તેની સાથે કામ કરતો જીજ્ઞેશ તાવીયા પણ કોઇ પણ ડિગ્રી ધરાવતો ન હોવાનું માલુમ થતા બન્નેની ધરપકડ કરી ક્લિનિકમાં રહેલા ઓક્સીમીટર, ઈન્જેક્શન, બાટલા, અલગ અલગ એન્ટિબાયોટીક દવાઓ મળી કુલ.81 હજારનો નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.