નામચીન નિખીલ દોંગા ભૂજ જેલમાંથી સારવારનાં બહાને હોસ્પિટલમાં દાખલ થઈ પોલીસ સાથે સેટીંગ કરી ભાગી જવાન ગુનામાં બે પી.એસ.આઈ. સહિત ચારની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા બાદ ભૂજના નામચીન શખ્સ સહિત વધુ બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
પાંચેક દિવસ અગાઉ રાજકોટ જેલનો ખૂંખાર અપરાધી નિખિલ ડોંગા જેને રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર કરીને ભુજની પાલારા જેલ હવાલે કરાયો હતો. તે દરમ્યાન નિખિલને સારવારના બહાને અથવા તો કોઈ સેટિંગ કરીને ભુજની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાતા 26 તારીખની મધ્યરાત્રે નિખિલ ડોંગા પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા બાદ આશરે પાંચેક એક દિવસ સુધી પોલીસથી બચતો રહેતો નિખિલ ડોંગા તેના સાગરીતો સાથે ગઈ કાલે ભુજથી આશરે 1600 કિલોમીટર દૂર આવેલા ઉત્તરાખંડના નૈનિતાલ ખાતેથી ઝડપાઇ ગયો હતો. તો તેને ઝડપવામાં પશ્ચિમ કચ્છ પોલીસની એલ.સી.બી.ની ટીમ તેમજ રાજકોટ પોલીસ અને એટીએસે આ ઓપરેશન પાર પાડ્યું હતું. ત્યારે તેને ઝડપીને ભૂજ લઈ આવવાની તજવીજ હાથ ધરાઇ હતી તે દરમિયાન નિખિલ ડોંગાને ભુજથી નાસવા માટે તેની મદદ કરનાર ભુજ તાલુકાના માધાપર ગામે રહેતો.
આજથી આશરે ત્રણેક વર્ષ અગાઉ ભુજ તાલુકાની હદમાં આવેલ ખત્રી તળાવ પાસે વ્યાજના પૈસા કઢાવવા એક ગઢવી યુવાનની સરાજાહેર બંદૂકના ભડાકે હત્યા પ્રકરણમાં પણ આકાશ આર્યનો નામ સામે આવ્યો હતો અને તેની સામે હત્યા સહિતની કલમો તળે કાયદેસરની કાર્યવાહી કરી તેને જેલ હવાલે કરાયા બાદ હાલ તે જામીન પર બહાર હોય તેણે ફરી પાછો અપરાધની દુનિયામાં કદમ રાખવા રાજકોટના ગોંડલના ખૂંખાર અપરાધીને નાસવા માટેની મદદગારી પ્રકરણમાં તેનું નામ ખૂલતા તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે પોલીસ પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભુજની જી. કે.નજરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ પ્રકરણમાં ભુજ શહેર બી/ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-460/2021 ઈ.પી.કો. કલમ 221, 223, 224, 225, 120(બી), પ્રિજન એકટ કલમ 42, 43, 45ની પેટા કલમ 12 મુજબના ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ (1) ભરત જવેરભાઈ રામાણી, ઉવ..32, રહે. ગામ-સાપર(વેરાવળ), એસ.આઈ.ડી.સી.રોડ, સ્વામીનારાયણ મંદીરની પાછળ, તા.કોટડા (સાંધાણી), જી.રાજકોટ જ્યારે બીજો આરોપી (ર) આકાશ વિનુભાઈ આર્ય, ઉ.વ.33, રહે.માધાપર, હાલાઈનગર, બગીચાની સામે, નવાવાસ, તા.ભુજનાઓએ આરોપી નિખિલ દોંગાને નાસી જવામાં મદદગારી કરેલ હોઇ આ બંને આરોપીઓની આજે અટક કરવામાં આવેલ છે.