અડધી રાત્રે થયેલ આતંકી હુમલો: હિઝબુલ મુજાહિદ્દીને જવાબદારી સ્વીકારી: સેનાના મેજર શહીદ: ત્રણ ઘાયલ:ગોળીબાર ચાલુ
જમ્મુ-કાશ્મીરના શોપયામાં આવેલ ફુલગામમાં આતંકીઓ દ્વારા ગઈકાલે અડધીરાત્રે હુમલો કરવામાં આવ્યા બાદ ભારતીય સેનાએ કાફલા સાથે ત્રાટકી વળતો જવાબ આપ્યો હતો. જેમાં બે આતંકીઓને ઠાર મરાયા હતા. જયારે સેનાના મેજર સહિત બેજવાન શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને સ્વીકારી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અડધી રાત્રે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આવેલ ફુલગામ વિસ્તારમાં અડધી રાત્રે આતંકીઓ દ્વારા ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવતા સેના દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા સામ-સામે ગોળીબાર થયા હતા. સેના દ્વારા પણ મેજર સહિત કાફલા દ્વારા આતંકવાદીઓ પર ત્રાટકી તેમને વળતો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં સેનાને સફળતા મળી હતી. સેના દ્વારા બે આતંકીઓને ઠાર મરાયા બાદ તેમની ઓળખવિધિ કરવા માટે સેના અને પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સેના દ્વારા વળતો હુમલો કરવા જતા સેનાને મેજર સહિત ત્રણ જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં મેજર સહિત બે જવાન શહીદ થતા સેનાના જવાનોએ સંવેદના વ્યકત કરી હતી.
હજુ તાજેતરમાં જ કાકાપોરા વિસ્તારમાં આતંકી કૃત્ય માટે જવાબદાર લશ્કરના કમાન્ડર અબૂ દૂજાનાને સેના દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો. ત્યારે ફરીથી આતંકવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવાનું શ‚ કરવામાં આવ્યું છે. હજુ પણ ગોળીબાર યથાવત છે ત્યારે વધુ ઘાયલ થવાની શક્યતા છે.