રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહની ટીમે એક માસમાં ૧૨ મોસ્ટ વોન્ટેડને પકડવામાં મળી સફળતા

ચોટીલાથી ત્રણ પિસ્તોલ સાથે બે નામચીન શખ્સને દબોચી લીધા: ટોલનાકે થયેલી માથાકૂટ અને

જમીન વિવાદના કારણે હત્યા કર્યાની કબુલાત

ધ્રોલના ગરાસીયા યુવાનની ગત માર્ચ માસમાં ફાયરિંગ કરી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા બે મોસ્ટ વોન્ટેડ શખ્સોને રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહની ટીમને ઝડપી લેવામાં સફળતા મળી છે. આરઆર સેલના સ્ટાફે એક માસમાં ૧૨ મોસ્ટ વોન્ટેડને ઝડપી લીધા છે.

ધ્રોલના દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજાની ગત તા.૬ માર્ચના રોજ ધ્રોલના ત્રિકોણ બાગ પાસે રાજકોટના અનિ‚ધ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણ તેમજ બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના ગુનામાં સંડોવાયેલા રાજકોટના જામનગર રોડ પર રહેતા અનિ‚ધ્ધસિંહ સોઢા, અખીલેશ ઉર્ફે બબલુ રામદાસ ઠાકુર, અજીત વિરપાલસિંહ ભાટ્ટી અને મુસ્તાક રફીક પઠાણની ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછ દરમિયાન તેને પડધરી ટોલ નાકા પર માથાકૂટ થઇ હતી તેમજ અગાઉ જમીન બાબતે પણ તેની સાથે વિવાદ થયો હોવાથી હત્યા કર્યાની કબુલાત આપી છે.

દિવ્યરાજસિંહ જાડેજાની હત્યાના ગુનામાં સંડોવાયેલા હાડાટોડાના ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજાએ શાર્પ શુટરને બોલાવી દિવ્યરાજસિંહ કયારે કયા વાહનમાં નીકળે છે તે અંગેની વોચ રાખી હોવાનું ખુલતા તેઓ છેલ્લા છ માસથી ફરાર થઇ હતા. બંને શખ્સો ચોટીલા હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી પી.આઇ. એમ.જે.જલુ, પી.એસ.આઇ. કે.કે.ગોહિલ, સાઇબર સેલના પી.એસ.આઇ. આર.એ.ડોડીયા સહિતના સ્ટાફે બંનેની ત્રણ પિસ્તોલ સાથે બંને શખ્સોની ધરપકડ કરી છે.

એક માસમાં ૧૨ મોસ્ટ વોન્ટેડની કરી ધરપકડ

રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહની ટીમના પી.એસ.આઇ. જાવિદભાઇ ડેલા, પી.એસ.આઇ. વાળા, પી.એસ.આઇ. ડોડીયા, હેડ કોન્સ્ટેબલ સંદિપસિંહ રાઠોડ, કુલદીપસિંહ ચુડાસમા અને કરશનભાઇ કલોતરા સહિતના સ્ટાફે છેલ્લા એક માસમાં ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, એનડીપીએસ અને હથિયારના ગુનામાં જેલ હવાલે થયા બાદ પેરોલ પર છુટી ફરાર થયેલા ૧૨ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. તમામને ફરી જેલ હવાલે કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.