સૌરાષ્ટ્રના ૩ જિલ્લામાં કોરોનાના વધુ ૧૪ પોઝિટિવ કેસ : કુલ ૨૧૭ કોરોનાગ્રસ્ત
ભાવનગરમાં વધુ ૭ પોઝિટિવ કેસ સાથે સૌથી વધુ ૮૩ કોરોનાગ્રસ્ત : મૃત્યુઆંક ૫
રાજકોટમાં આજ રોજ વધુ ૨ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૬૩ પર પહોંચી છે. જેમાં એક ૩૮ વર્ષનો યુવાન અને ૧૯ વર્ષની યુવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતમાં કોરોનાએ મહામારી સર્જી છે. જેમાં મહાનગરોમાં કોરોના બેકાબુ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. રાજ્યભરમાં માત્ર સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો જ કોરોનામુક્ત રહ્યો છે. અને ૧૧ જિલ્લાઓમાં કુલ ૨૦૦થી વધુ પોઝિટિવ કેસ અને ૧૩ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં ૮૨ પોઝિટિવ કેસ અને ૫ લોકોના મોત નિપજ્યા છે.
રાજકોટમાં બે દિવસના વિરામ બાદ લીધેલા ૧૩૮ સેમ્પલમાંથી વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ગઈ કાલે પેન્ડિંગ રહેલા ૩ રિપોર્ટ માંથી ૨ દર્દી કોરોનાગ્રસ્ત જાહેર થતા રાજકોટ શહેરમાં કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને એક કોરોના પોઝિટિવ વૃદ્ધનું મોત પણ નિપજ્યું છે. રાજકોટમાં આજ આવેલા બે પોઝિટિવ કેસમાંથી એક ૩૮વર્ષનો યુવાન અને એક ૧૯વર્ષની યુવતી કોરોનાની ઝપટે ચડી જતા તેઓને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદથી બે દિવસ પહેલા આવેલા મનહર પ્લોટના યુવાનને કવોરોન્ટાઇન કરાયા બાદ રિપોર્ટ મેળવતા પોઝિટીવ આવ્યા હતા. યુવાનની હિસ્ટ્રી ચકાસતા ગત ચોથી તારીખે અમદાવાદથી મનહર પ્લોટમાં પોતાના ઘરે આવ્યા બાદ રહેવાસીઓએ ના પાડતા યુવાન ઢોલરા ગામ પાસે આવેલા ફાર્મ હાઉસમાં રોકાયો હતો જેની જમણ આરોગ્ય વિભાગને થતા યુવાન તેની પત્ની અને સસરાના સેમ્પલ મેળવી રિપોર્ટ કરાવતા યુવાન કોરોનાગ્રસ્ત જાહેર થયો હતો અને સસરા અને પત્નીનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.
રાજકોટમાં બે દિવસ પહેલા અમદાવાદમાં એસઆરપીની ફરજ બજાવતા જવાનને પોઝિટિવ કેસ આવ્યો હતો. ત્યાર બે દિવસના વિરામ બાદ આજ રોજ વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે શહેરના ઘંટેશ્વર વિસ્તારમાંથી પણ અમદાવાદ એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા પુરુષને પણ અમદાવાદમાં કોરોનાનો ચેપ લાગતા તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
દુનિયાભરમાં જ્યારે કોરોના કોવિડ ૧૯ ની સામે લડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કુલ ૧૧ જિલ્લામાં કોરોના પ્રસરી રહ્યો છે. ગુજરાતનો સૌપ્રથમ કોરોના પોઝિટિવ કેસ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં નોંધાયા છતાં પણ કોરોનાની પરિસ્થિતિ ને કાબુમાં રાખવા જહેમત ઉઠાવી રહ્યા છે. જેના પરિણામ રૂપે રાજ્યમાં જ્યારે ૬૬૬૨ પોઝિટિવ કેસ અને ૪૦૦ જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે ત્યારે સૌરાષ્ટ્રમાં ૧૧ જિલ્લામાં માત્ર ૨૦૦થી વધુ પોઝિટિવ દર્દી અને ૧૩ લોકોના મોત નિપજ્યાનું નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભાવનગરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે વધુ ૬ પોઝિટિવ કેસ અને આજ રોજ વધુ એક યુવાન કોરોનાના સંક્રમણમાં આવતા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૮૩ થઈ છે. જ્યારે મૃત્યુઆંક પર રોક લાગી હોય તેમ અગાઉ થયેલા ૫ મોત બાદ હાલ કોઈ મૃત્યુ ભાવનગર જિલ્લામાં નોંધાયું નથી.
જ્યારે રાજ્યભરમાંથી માત્ર સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ હજુ સુધી નોંધાયા નથી. જ્યારે ૪૨ દિવસના લોકડાઉન બાદ જૂનાગઢમાં સૌપ્રથમ વખત બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોના પોઝિટિવ કેસથી વંચિત રહેલા દેવભૂમિ દ્વારકામાં પણ થોડા દિવસ પહેલા જ કોરોનાનાં એક સાથે ૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં કોરોનાની હાલ પરિસ્થિતિ કાબુમાં હોય તેમ મોરબી, ગીર સોમનાથ અને જામનગરમાં પોઝિટિવ કેસની સંખ્યા પર રોક લાગી હોવાનું જાણવા મળ્યું છે.