સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર ગામના વતની ૨૮ વર્ષીય મહિલા નિલમબેન વારીયા તથા ૩૨ વર્ષીય સોહિલભાઈ વારીયાને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ બંન્ને મહિલા દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તેમને તારીખ ૧૧, જૂન, ૨૦૨૦ના રોજ કોવિડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર માંથી રજા આપવામાં આવી છે. આ બંને દર્દીઓએ હોસ્પિટલમાં મળેલી સારવાર બાબતે વાત કરતા કહ્યું હતું કે, હોસ્પિટલમાં જમવાની તથા અન્ય સુવિધાઓ સારી મળી રહે છે, હોસ્પિટલનો સ્ટાફ પણ અમારી સાથે માનવતાથી વર્તન કરતો હતો અને અમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નહોતી તેમ જણાવી તેમને આભાર વ્યક્ત કર્યો હતો.