એક દિવસના રિમાન્ડ મંજુર: પોલીસ તપાસનો ધમધમાટ
જુનાગઢ તેમજ આખા પંથકમાં ચકચાર જગાવનાર તાજેતરમાં ચોરીની શંકાએ વાંજાવાડા વિસ્તારમાં ત્રણ યુવાનોને પકડી ઢોર માર મારતા બેના કમકમાટી ભર્યા મોત થયા હતા જે બન્ને યુવાનોની લાશ ભવનાથ વિસ્તારમાં કોથળામાંથી મળી આવતા આખાય પંથકમાં આ ઘટનાની જોરશોરથી ચર્ચાઓ ઉઠવા પામી હતી તેમજ પોલીસ પાસે આ ઘટનાના ફરીયાદીએ સીલસીલા બઘ્ધ વિગતો જણાવતા પોલીસે ગત ગુરુવારે આના ત્રણ આરોપી ઝડપી જાહેરમાં સરભરા કરી તેના રીમાન્ડ મેળવ્યા હતા.
આજ ગુનામાં વધુ બે આરોપીઓ પોલીસના હાથમાં આવી જતાં પોલીસે આ લોકોના પણ એક દિવસના રીમાન્ડ મંજુર કરાવ્યા છે. આ અંગે વધુ વિગત અનુસાર જુનાગઢના વાંઝાવાડમાં રહેતા રોહિત રમેશભાઇ વાઘેલા, સીરોઝ ઉર્ફે ઉંદરડી, રફીકભાઇ નાગોરી, અને કીસન ઉર્ફે બીટુ રમેશભાઇ પરમારને ચોરીની શંકામાં અપહરણ કરી માર માર્યો અને વીજ શોક આપ્યો હતો.
આ ઘટનામાં સીરોજ અને કીસનનું મોત થયું હતું. અને બંને લાશ કોથળામાં સીવી ફેંકી દીધી હતી જયારે રોહિત ભાગી ગયો હતો પોલીસે રોહીતને શોધી કાઢયો હતો અને હુમલો કરનાર સામે ફરીયાદ નોંધાવી હતી બાદ પોલીસે હુમલો કરનારની અટક કરતા બન્નેને લાશની ઓળખાણ આપી હતી પોલીસે પ્રથમ રાકેશ ઉર્ફે મુન્ના શૈલેષ ઉર્ફે ટાટમ, સંજય ઉર્ફે બગીની અટક કરી હતી આ ઘટનામાં પોલીસે જુનેદ દેસાઇ અને મહિપત નાજભાઇ બસીયાની પણ અટક કરી હતી જેમાં મહીપત નિવૃત પોલીસના કર્મીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. બન્નેને કોર્ટમાં રજુ કરતા તા.૧૮ સુધીના રીમાન્ડ મંજુર થયા હતા આ બનાવનો મુખ્ય આરોપી ખારવો કોળી હજુ સુધી ફરાર છે. પોલીસ તેની શોધખોળ કરી રહી છે.