શ્રધ્ધા પાર્કમાં મહિલા અને વીરપુરમાં બાળકી કોરોનાની ઝપટે : એકનું મોત
જામનગર અને જૂનાગઢમાં કોરોના વકર્યો : સુરેન્દ્રનગરમાં બેના મોત
રાજકોટમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. અને ગઈ કાલે વધુ એક દર્દીનું સારવારમાં મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે. શહેરમાં શ્રદ્ધા પાર્કમાં ૪૯ વર્ષની મહિલા કોરોનાની ઝપટે ચડી છે. જ્યારે ગત તા. ૧૦ના રોજ સવારકુંડલથી વીરપુર આવેલી ૧૩ વર્ષની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવ્યું છે. જ્યારે જામનગર અને જૂનાગઢમાં પણ કોરોના કહેર વકર્યો છે. અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે દર્દીઓના વાયરસે ભોગ લીધા છે.
રાજકોટમાં ગઈ કાલે સાંજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં અમદાવાદથી આવેલા નવલનગરમાં રહેતા વનીતાબેન બેચર ભાઈ રૂકડીયા નામના ૭૨ વર્ષના વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે અગાઉ પોઝિટિવ આવેલી ફેકટરીમાં કામ કરતા સંતોષભાઈ રેવનસિંહને પણ કોરોનાગ્રસ્ત જાહેર કર્યા છે.
જ્યારે આજ તોજ સવારે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારમાં શ્રદ્ધા પાર્કમાં રહેતા ૪૯ વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે ગત તા.૧૦ ના રોજ સાવરકુંડલાથી વીરપુર આવેલી ૧૩ વર્ષની બાળકીને કોરોના લક્ષણો જણાતા તેના સેમ્પલ મેળવી રિપોર્ટ કરવામાં આવતા બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. આ સાથે રાજકોટમાં શહેરમાં ૧૨૧ અને ગ્રામ્યમાં ૫૭ મળી કુલ કોરોનાગ્રસ્તની સંખ્યા ૧૭૮ પર પહોંચી છે. અને ગઈ કાલે વધુ એક દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક પાંચ થયો છે.
જ્યારે જામનગર અને જૂનાગઢ માં પણ કોરોના કહેર વકરી રહ્યો છે. ગઈ કાલે બન્ને જિલ્લામાં વધુ ૯ કલરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૮ વર્ષના યુસુફભાઈ અને વિરમગામના ૬૨ વર્ષના પ્રભાબેન ચાવડા નામના વૃદ્ધાનું મોત નિપજ્યા છે.