રાજય સરકાર દ્વારા મગફળીના પોષણક્ષમ ભાવ ન મળવાના બાબતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી પરંતુ દિવસે દિવસે રાજકોટના બંને કેન્દ્રો ઉપર ભારણ વધી રહ્યું છે.જેના સંદર્ભે રાજકોટને આગામી તા.૧૬ નવે.ના રોજથી મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે વધુ બે કેન્દ્રોની શરૂઆત કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ સબયાર્હ અને બેડી યાર્ડ ખાતે એવી રીતે બે કેન્દ્રોની ફાળવણી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ફાળવવામાં આવ્યા હતા.આ વિશે રાજકોટ મા. યાર્ડના પ્રમુખ ડી.કે. સખીયાએ જણાવ્યું હતુ કે હાલ રાજકોટ ખાતે દરરોજ ૩૦ હજાર ગુણીની ખરીદી બંને કેન્દ્રો પર કરવામાં આવે છે અને હજી વધુને વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રાજકોટને વધુ બે કેન્દ્રો મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ ફાળવવામાં આવ્યા છે. આ બંને કેન્દ્રો પૈકી એક કેન્દ્ર રાજકોટ સબ યાર્ડ ખાતે એટલે કે સબ યાર્ડ ખાતે હવે કુલ બે કેન્દ્રોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને બીજું કેન્દ્ર કુચીયાદળ ખાતે ફાળવવામાં આવ્યું છે. જેથી હવે દરરોજ ૫૦ થી ૬૦ હજાર ગુણી મગફળી ટેકાના ભાવે રાજકોટ ખાતે કરવામાં આવશે.આ વિશે ખેડુતોને પૂછતા તેમણે જણાવ્યું હતુ કે સરકારનું ખૂબજ સરાહનીય પગલું છે. અને તેના માટે અમે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રમુખ ડી.કે. સખીયાનો આભાર માનીએ છીએ. તેમણે વધુમાં કહ્યું હતુ કે જયારે મગફળીના પોષણક્ષમ ભાવ માટે ખેડુતો ત્રાહીમામ પોકારી ગયા હતા તેવા સમયે સરકારનું આ પગલું ખૂબજ સરાહનીય છે.
Trending
- કોણ છે Gautam Adani ની થનાર વહુ દિવા જૈમિન શાહ..? 7 ફેબ્રુઆરીએ થશે લગ્ન
- રાજ્ય સરકારની “મોબાઇલ મેડિકલ વાન યોજના” બની આશીર્વાદરૂપ
- બનાસકાંઠા વિભાજન મુદ્દે આક્રોશ ચરમસીમાએ: લોકો પહોચ્યા સુરત
- 40,000 કિલો ઘી માંથી બનાવી આ વસ્તુ વિષે જાણી તમે પણ કહેશો વાહ… ભઈ… વાહ…!!!
- નવસારી: હોર્ન વગાડવા મુદ્દે થયું ધીંગાણું
- મોરબી: લોકોના પ્રશ્નો અંગે લોકોને પુરતી સુવિધાઓ મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા નિર્ણયો લેવાયા
- લ્યો કરો વાત…. હવે તો સસલાની પણ હેરાફેરી?
- જૂનાગઢ મહાનગરપાલિકા અને ગુજરાતની 66 નગરપાલિકાઓ માટે આ તારીખે એ થશે મતદાન, ચૂંટણી પંચે કરી જાહેરાત