વાંકાનેર હમણાં થોડાક સમયથી શરદી ઉધરસ અને તાવ ના કેસ વધી રહ્યા છે અને સ્વાઇન ફ્લૂના કેસના અવારનવાર સમાચાર સામે આવ્યા છે ત્યારે આવા જ એક સમાચાર ગઈકાલે વાંકાનેરમાં આવ્યા,ગઈ કાલે વાંકાનેરમાં એક સ્વાઈન ફ્લુનો કેસ નોંધાયો હતો અને આજે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફલૂ હાહાકાર મચાવી રહ્યો છે જેમાં ગઈકાલે વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં ૪૯ વર્ષના મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યા બાદ આજે વાંકાનેરના ખીજડિયા ગામના ૬૦ વર્ષીય વૃદ્ધને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ સારવારમાં ખસેડાયા છે.
આ સ્વાઇન ફ્લુ થી લોકોએ ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને સ્વાઈન ફ્લૂમાં સમયસર સારવાર મળે તો સ્વાઈન ફ્લૂ મટી શકે છે. જેથી લોકોએ ગભરાયા વગર સ્વાઈન ફ્લૂ ના લક્ષણો જણાવો તો તાત્કાલિક સારા ડોક્ટરની સારવાર લેવી, ઊટવૈધો પાસે સારવાર લઈને સમયનો ન વેડફવો, યાદ રહે સ્વાઈન ફ્લૂના કેસ ને સમયસર સારવાર મળેતો સંપૂર્ણ રીતે મટી શકે છે. સરકારી દવાખાનામાં સ્વાઈન ફ્લૂની મફતમાં સારવાર આપવામાં આવે છે.